Navratri 2018: જાણો કળશ સ્થાપનાથી લઈ નવ દિવસ સુધીની તિથિઓ

નવરાત્રી દરમિયાન મા દુર્ગાના તમામ રૂપોની પૂજા કરવામાં આવે છે

નવરાત્રી કે દુર્ગ પૂજા હિન્દૂઓનો પ્રમુખ તહેવાર છે. નવરાત્રીનો અર્થ છે નવ રાતો. આ દરમિયાન મા દુર્ગાના તમામ રૂપોની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર સમગ્ર ભારત વર્ષમાં ધૂમધામથી મનાવવામાં આવે છે. વર્ષમાં નવરાત્રીને બે વખત ઉજવવામાં આવે છે, જે ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીના નામથી ઓળખાય છે. જ્યારે ચૈત્ર નવરાત્રીથી હિન્દૂ વર્ષની શરૂઆત થાય છે અને આશો નવરાત્રી એ અધર્મ પર ધર્મનો પ્રતિક વિજય છે. 

આસો નવરાત્રીને મુખ્ય નવરાત્રી માનવામાં આવે છે. હિન્દૂ કેલેન્ડર પ્રમાણે આ નવરાત્રિ અશ્વિન શુક્લ પક્ષથી શરૂ થાય છે અને પૂરા નવ દિવસો સુધી ચાલે છે. ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર આ તહેવાર દર વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરના મહિનામાં આવે છે. આ વર્ષે આસો નવરાત્રી 10 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી છે. 19 ઓક્ટોબરે વિજયાદશમી મનાવવામાં આવશે.

-10 ઓક્ટોબર 2018- નવરાત્રીનો પહેલો દિવસ, કળશ સ્થાપના, ચંન્દ્ર દર્શન અને શૈલપુત્રી પૂજન.

-11 ઓક્ટોબર 2018- નવરાત્રીનો બીજો દિવસ, બીજ, બ્રહ્મચારિણી પૂજન.

-12 ઓક્ટોબર 2018- નવરાત્રીનો ત્રીજો દિવસ, ત્રીજ, ચંન્દ્રઘંટા પૂજન.

-13 ઓક્ટોબર 2018- નવરાત્રીનો ચોથો દિવસ, ચતુર્થી, કુષ્માંડા પૂજન.

-14 ઓક્ટોબર 2018- નવરાત્રીનો પાંચમો દિવસ, પાંચમ, સ્કંદમાતા પૂજન.

-15 ઓક્ટોબર 2018- નવરાત્રીનો છઠ્ઠો દિવસ, છઠ્ઠ, સરસ્વતી પૂજન.

-16 ઓક્ટોબર 2018- નવરાત્રીનો સાતમો દિવસ, સાતમ, કાત્યાયની પૂજન.

-17 ઓક્ટોબર 2018- નવરાત્રીનો આઠમો દિવસ, આઠમ, કાલરાત્રિ પૂજન, કન્યા પૂજન.

-18 ઓક્ટોબર 2018- નવરાત્રીનો નવમો દિવસ, નોમ, મહાગૌરી પૂજન, કન્યા પૂજન, નવમી હવન, નવરાત્રી પારણ

Share This:  

Recent Comments

Leave Comments

Top