એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન સંસ્થા દ્રારા એવોર્ડ સમારંભનું આયોજન

પાંચ કેટેગરીમાં આપાયા એવોર્ડ

અમદાવાદ: રાજ્યમાં આજે ઉધોગોનું પ્રમાણ વધતું જાય છે એટલુ જ નહી પરતું દિન પ્રતિદિન દેશ વિદેશમાંથી મોટા ઉધોગો ગુજરાત તરફ દોટ માંડી રહ્યા છે. ત્યારે આ ઉઘોગકારોના બિઝનેશ નેટવર્કીગ અને તના સફળ સંચાલન માટે એક સંસ્થા કાર્યરત બની છે જેનુ નામ છે "એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન"

 

રાજ્ય તથા દેશમાં અનેક ઉધોગકારો- ઔધ્યોગિક એકમો તથા દેશ વિદેશની અનેક મલ્ટીનેશનલ કંપનીઓના એન્ટરપ્રિનિયર્સ, બિઝનેશ લિડર્સ આ સંસ્થાના સભ્યો છે, ત્યારે આ સભ્યો- સંસ્થાઓને જરૂરી હોય તેવી તમામ સર્વિસ પુરી પાડવા માટે "એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન" સંસ્થ દ્રારા "વન સ્ટોપ સોલ્યુશન" ઉપલબ્ધ કરતી ઈ.આઈ કોર્પોરેટ સર્વિસીસ કાર્યરત કરાઈ છે. આ સંસ્થા દ્રારા પાંચ કેટેગરીમાં "એક્સલન્સ એવોર્ડ"  એનાયત કરવામાં આવ્યા હતા. 

એવોર્ડ માટે કોને કરાયા પસંદ 

"એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન" સંસ્થા સંચાલિત ઈ.આઈ.કોર્પોરેટ સર્વિસીસ દ્રારા એચ.આર પ્રેકટીસીસ ફોર કંપની તથા એચ.આર ફ્યુચર લીડર, એચ.આર ઈનોવેટર, બેસ્ટ એચ.આર પ્રેક્ટીસીસ ફોર કંપની તથા એચ.આર યંગએચીવર તેમ વિવિધ કંપનીએઓના એચ.આર પ્રોફેશનલ્સને પસંદ કરવામાં આવ્યા. 

બેસ્ટ એચ.આર પ્રેકટીસીસ કેટેગરીમાં બ્રીટાનીયા ન્યુટ્રીશ્યન ફાઉન્ડેશનના એચ.આર હેડ નીનાદ દેસાઈ, એચ.આર ઈનોવેટર કેટેગરીમાં યુટ્યુબ ચેનલ ચલાવતા હેતલ સોલંકી તથા પાર્લે એખિલાબેથ ટૂલ્સ પ્રાઈવેટ લિ ના એ.આર વિભાગના ડેપ્યુટી મેનેજર  અર્ચના શાહ, એચ.આર યંગએચીવર કેટેગરીમાં દૈનિક ભાસ્કર ગ્રુપના એચ.આર એડમીનના સીનીયર મેનેજર કપ્લ પ્રજાપતિની પસંદગી કરવામાં આવી છે.  
 
એચ.આર પ્રોફેશનલ્સને કરાયા પ્રોત્સાહિત 

આ એવોર્ડ પ્રસંગે "એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન" સંસ્થાના ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યુ  હતું કે, "એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન" એ એક ગ્રુપ છે. જે એન્ટરપ્રિનિયર્સના બિઝનેશ નેટવર્કીગ માટે કાર્યરત છે. અનેક ઉધોગકારો- ઔઘ્યોગિક એકમો આ સંસ્થાના સભ્યો છે.

મુખ્યત્વે ફાર્મા, ફુડ, હોસ્પિટલ, સ્ટાર્ટ અપ અને વુમન એન્ટરપ્રિનિયર્સ એમ પાંચ ક્ષેત્રના ઉધોગો માટે જરૂરી હોય તેવી તમામ સર્વિસીસ પૂરી પાડવા ઈ.આઈ કોર્પોરેટ સર્વિસીસ કાર્યરત કરાઈ છે અને આ કંપની દ્રારા એચ.આર પ્રોફેશનલ્સને પ્રોત્સાહિત કરવા પાંચ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. 

હાલમાં "એન્ટરપ્રાઈઝીંગ ઈન્ડિયન" સંસ્થા સાથે હાલ 70 જેટલી કંપનીઓ સભ્ય તરીકે જોડાઈ છે અને ઈ.આઈ કોર્પોરેટ સર્વિસમાં વિવિધ સેવા આપતી 115 જેટલી કંપનીઓ પણ જોડાઈ ચૂકી છે. આમાં લગભગ 50 જેટલી સર્વિસીસનો સમાવેશ થાય છે.
 

Share This:  

Recent Comments

Leave Comments

Top