વડોદરા: આજવા ડેમની સપાટીમાં વધારો

સપાટી 206.40 ફૂટ પર પહોંચી

વડોદરામાં ભારે વરસાદ ને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. તો ઉપરવાસમાં વરસાદને પગલે વડોદરા શહેરને પાણી પૂરું પાડતા આજવા ડેમમાં પાણીની આવક થવા પામી છે અને પ્રતાપ સરોવરની સપાટીમાં  વધારો થઇ રહ્યો છે. જેને કારણે આજે આજવા સરોવરની સપાટી 206.40 ફૂટ નોંધાઇ હતી.

આજવા સરોવર વિસ્તારમાં 27 મિ.મી તો પ્રતાપ સરોવર વિસ્તારમાં 61 મિ.મી વરસાદ નોંધાયો છે.  છેલ્લા 24 કલાક દરમિયાન આજવા અને પ્રતાપ સરોવરના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી બાજુ  ઉપરવાસમાં થયેલા ભારે  વરસાદના પગલે આજવા અને પ્રતાપ સરોવરમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. પાણીની સપાટીમાં વધારો થતાં લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા 

Share This:  

Recent Comments

Leave Comments

Top