2 વર્ષના બાળકે મશીનમાં કાપની નાખ્યા આટલા ડોલર.....

નજરની સામે જ હજારો રૂપિયાના થઈ ગયા ટુકડા

વોશિંગટનઃ કલ્પના કરો કે તમે મહેનતથી 70 હજારથી વધારેની સેવિંગ કર્યુ હોય જેથી તમે તમારી જરૂરિયાત પૂરી કરી શકો. પણ જો કોઈ બાળકે તે પૈસાને ઝટકામાં ટુકડા-ટુકડા કરીને તેને નષ્ટ કરી દે તો તમે કેવું અનુભવશો. કંઈક એવી જ કહાની અમેરિકાના આ કપલ સાથે બની. અમેરિકાના ઉટાહ શહેરમાં રહેતા એક કપલને તે સમયે ઝટકો લાગ્યો જ્યારે તેમના બે વર્ષના દિકરાએ તેમની સેવિંગના લગભગ 75 હજારના નોટને ફાડીને ટુકડા ટુકડા કરી નાખ્યા.

અમેરિકી મીડિયા રિપોર્ટ પ્રમાણે બૈન અને જૈકી બેલનૌપે વર્ષોની મહેનત બાદ આટલા પૈસા જમા કરી રાખ્યા હતા જેથી તે ફુટબોલ મેચ દરમિયાન તેની ટિકિટ ખરીદી શકે. પણ તેમના બે વર્ષના દિકરાએ તેમના સપનાઓ પર પાણી ફેરવી દીધુ. અજાણતા જ તેમના દિકરાના હાથમાં તે કવર આવી ગયું જેમાં તેમના માં-બાપે પૈસા જમા કરીને રાખ્યા હતા.

તેણે કવરમાંથી તે પૈસા કાઢ્યા અને તે પૈસાને પછી કટિંગ મશીનમાં નાખી દીધા જ્યાં તે નોટોના ટુકડે ટુકડા થઈ ગયા. કપલે કહ્યુ કે તેઓએ કવરમાં લગભગ 1,060 ડોલર(74,000થી વધારે) જમા કર્યા હતા. પણ જોતજોતામાં જ તે કેટલીક જ મીનિટમાં તે બર્બાદ થઈ ગયા. લિયોએ કવરને જ કટિંગ મશીનમાં નાખી દીધુ અને તેના ટુકડે-ટુકડા કરી નાખ્યા.

તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, જ્યારે અમને ખબર પડી તો પાંચ મિનિટ માટે લગભગ અમે શાંત થઈ ગયા, અમને સમજણ નહોતી પડતી કે અમે શું કહીએ અને શું કરીએ. કેટલાક સમય સુધી તો અમે તે ટુકડાઓને જોતા રહ્યા, કોઈની સાથે કંઈ વાત ન કરી કેમકે અમે આઘાતમાં હતા. બૈને પોતાના દિકરાની એક ફોટો પણ ટ્વિટર પર શેર કરી સાથે બરબાદ થયેલા નોટોની ફોટો પણ શેર કરી હતી. 

સોશિયલ મીડિયા પર આ સ્ટોરીના વાયરલ થતા જ લોકોએ તેના પર કોમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધુ. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તે લોકો એક બે વર્ષમાં આટલા પૈસા ફરીથી જમા કરી લેશે. ભલુ થાય ત્યાની સરકારનું કે તે આ પ્રકારની નોટો સાથે પણ ડીલ કરે છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top