મુંબઈમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ

અત્યાર સુધીમાં 43 લોકોના મોત

મુંબઈમાં વરસાદનો કહેર યથાવત છે. મુંબઈ હવામાન વિભાગે આજે પણ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ વખતે મોડા પહોંચેલા વરસાદે તમામ રેકૉર્ડ તોડી દીધા છે. મંગળવારે સવારે 8.30 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 375.2 મિમી વરસાદ નોંધવામાં આવ્યો.

જુલાઈ મહિનાના પહેલા બે દિવસમાં જ રેકૉર્ડ 467 મિમી વરસાદ તેમજ પાણી ભરાવાના કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં રસ્તા પરથી લઈ રેલ ટ્રેક અને આકાશ સુધીમાં યાતાયાત રોકાઈ જવાથી જનજીવન સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયુ છે. મુંબઈ-પુણેમાં દિવાલ તેમજ નાસિકમાં વોટર ટેન્ક પડવાથી લઈ સમગ્ર મહારાષ્ટ્રમાં 39 જેટલા મોત નિપજ્યા છે, જ્યારે 150થી વધારે ઘાયલ થયા છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ મહાનગર પાલિકાના આપદા નિયંત્રણ કંટ્રોલ રૂમનો દોરો કર્યો તથા એનડીઆરએફના અધિકારીઓ સાથે વાતચીત કરી. તેઓએ લોકોને કામ વગર બહાર ન જવાની અપીલ કરી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ફક્ત આપાત સેવાઓ જ શરૂ રહેશે. ઘણી પ્રાઈવેટ કંપનીઓએ પણ પોતાના કર્મચારીઓને રજા અથવા ઘરેથી કામ કરવાની પરવાનગી આપી દીધી છે.

હવામાન વિભાગે હાલ પાંચ જુલાઈ સુધી મૂસળધાર વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે એમબીબીએસ વગેરેમાં પ્રવેશ પ્રક્રિયા 5 જુલઈ સુધી ટાળી દેવામાં આવી છે. મુંબઈ વિશ્વવિદ્યાલયે પણ બીએસસી કોમ્પ્યુટર સાયન્સની પરિક્ષાઓ સ્થગિત કરી દીધી છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top