રાજકોટ: 200 વિદ્યાર્થીનીઓને ચકલી ઘરનું કરાયું વિતરણ

લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે હાથ ધરાય છે અનેક પ્રયાસ

રાજકોટ ખાતે એક સંસ્થા દ્વારા ૨૦૦ વિદ્યાર્થીનીઓને ચકલીઓ ના માળાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. હાલ અમદાવાદ સહિત અનેક શહેરોમાં લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે અમરેલીના ધારીના વતની અને અમદાવાદમાં રહેનાર એવાં પક્ષી પ્રેમી પોતે ઘરે ચકલી ઘર બનાવીને વિતરણ કરવામાં આવ્યું હત. જેથી પક્ષીઓ માળામાં શાંતિથી વસવાટ કરી શકે. 

લુપ્ત થતી ચકલીઓ અને પક્ષીઓને ઘર મળી રહે સાથે જ ગમે તે સીઝનમાં તેઓને આશરો મળે તે માટે લોકો કાર્ય કરતાં હોય છે. ત્યારે આજે આવું સુંદર કાર્ય કરવામાં આવ્યું હતુ. જેમાં વીરાણી કન્યા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થીનીઓને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. 

Share This:  

Recent Comments

Leave Comments

Top