કુરૂક્ષેત્રમાં જ કેમ થયું મહાભારતનું ભીષણ યુદ્ધ

શ્રીકૃષ્ણએ આ કારણે કરી હતી સ્થાનની પસંદગી

એ તા આપણે દરેક લોકો જાણીએ છીએ કે ગીતાનો ઉપદેશ શ્રીકષ્ણએ અર્જુનને કુરૂક્ષેત્રમાં જ આપ્યો હતો અને આ જ જગ્યાએ મહાભારતનું ભીષણ યુધ્ધ પણ થયું હતુ. આ યુધ્ધતો સમાપ્ત થઇ ગયું પરંતુ તેનાથી જોડાયેલ ઘણા એવા રહસ્યો છે. જેના વિશે આજે પણ ઓછાં લોકો જ જાણે છે. આ રહસ્યોમાં એક પ્રશ્ન એ પણ છે કે કેમ મહાભારતનું યુધ્ધ આખરે કુરૂક્ષેત્રમાં કેમ થયું હતુ? 

મહાભારતનું યુધ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે થયું હતુ. જેમાં બન્ને તરફથી કરોડો લોકો માર્યા ગયા હતા અને આ સંસારનું સૌથી ભીષણ યુધ્ધ હતુ. આ પહેલાં ન તો ક્યારેય આવું યુધ્ધ થયું હતુ અને ન ભવિષયમાં ક્યારેય આવું યુધ્ધ થવાની સંભાવના છ઼ે. કુરૂક્ષેત્રની ધરતીને મહાભારતના યુધ્ધ માટે ભગવાન શ્રીકૃષ્ણએ જ પસંદ કર્યું હતુ. પરંતુ તેમણે કેમ કુરુક્ષેત્રને જ મહાભારતના યુધ્ધ માટે પસંદ કરવામાં આવ્યું તેની પાછળ એક ઉંડુ રહસ્ય છે. શાસ્ત્રોના પ્રમાણે મહાભારતનું યુધ્ધ નક્કી થઇ ગયું તો તેના માટે જમીનની શોધ ખોળ કરવાની શરૂઆત થઇ. ભગવાન શ્રીકૃષ્ણએ આ યુધ્ધ દ્રારા ધરતી પર વધતાં પાપને નાશ કરવા માંગતા હતા અને ધર્મની સ્થાપના કરવા ઇચ્છતા હતા. 

કહેવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણને એ ડર હતો કે ભાઇ ભાઇઓને, ગુરૂ શિષ્યોને અને સગા સંબધીઓને આ યુધ્ધમાં એક બીજાને મરતાં જોઇને કૌરવ અને પાંડવ સંધી ન કરી લે. તે માટે તેમને યુધ્ધ માટે આ ભૂમિની પસંદગી કરવાનો નિર્ણય કર્યો. જ્યાં ક્રોધ અને દ્વેષ પર્યાપ્ત માત્રામાં હોય. તે માટે શ્રીકૃષ્ણએ પોતાના દૂતોને દરેક દિશાઓમાં મોકલ્યા અને તેમને ત્યાંની ઘટનાઓ વિશે જાણવાનું કહ્યું 

દરેક દૂતોએ દરેક દિશાઓમાં ઘટતી ઘટનાઓને નિહાળી અને ભગવાન શ્રીકૃષ્ણને એક એક કરીને તે ઘટનાઓ વિશે કહ્યું. તેમાંથી એક દૂતે એક ઘટના વિશે જણાવ્યું કે કુરૂક્ષેત્રમાં એક મોટાં ભાઇ પોતાના નાના ભાઇને ખેતરની પાળ ટૂટવા પર વહેતાં વરસાદના પાણીને રોકવા માટે કહ્યું પરંતુ તેણે આવું કરવા માટે ચોખ્ખી ના પાડી દીધી. તેના પર મોટો ભાઇ ગુસ્સે થઇ ગયો અને તેના નાન ભાઇને છરાં વડે મારી નાંખ્યો અને તેની લાશને ઘસેડીને તે પાળ પાસે લઇ આવ્યો જ્યાંથી પાણી નીકળતું હતુ. જ્યાં તેની લાશને પાણી રોકવા માટે મૂકી દીધી. 

દૂત દ્રારા સંભળાવવામાં આવેલી આ સાચી ઘટનાને સાંભળીને શ્રીકૃષ્ણએ નક્કી કર્યું કે આ ભૂમિ, ભાઇ ભાઇ, ગુરૂ શિષ્ય અને સગા સંબંધીઓના યુધ્ધ માટે ચોક્કસ પણે યોગ્ય છે. શ્રીકૃષ્ણ હવે સંપૂર્ણ પણે નિશ્વિત થઇ ગયું કે આ ભૂમિના સંસ્કાર અહિંયા પર ભાઇઓના યુધ્ધમાં એક બીજાં પ્રતિ પ્રેમ ઉત્પન્ન નહીં થવા દે. ત્યાર બાદ તેમણે મહાભારતનું યુધ્ધ કુરૂક્ષેત્રમાં કરાવવાનું એલાન કરી દિધું. 
 

Share This:  

Recent Comments

Leave Comments

Top