ધુમ્રપાન પર પ્રતિબંધ માટે આ દેશે ઉઠાવ્યું મહાન પગલું

હવે ઇ સિગારેટનો ઉપયોગ નહી કરી શકે લોકો

અમેરિકાના સનફ્રાન્સિસ્કો શહેરમાં ધુમ્રપાન પર રોક લગાવવાને લઇ કઠોર પગલું ઉઠાવ્યું છે, અહિંયા ઇ સિગારેટના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું છે. સનફ્રાન્સિસ્કો, અમેરિકાનું પહેલું શહેર બની ગયું છે કે જ્યાં ઇ સિગારેટ વેચવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, આ પ્રતિબંધ ત્યાં સુધી છે જ્યાં સુધી ઇ સિગારેટથી સ્વાસ્થ્યને અસર કરનાર દુષ્પરિણામ સ્પષ્ટ ન થઇ જતા. આ પગલું ઉઠાવવા માટે મંગળવારે સનફ્રાન્સિસ્કોમાં વોટિંગ પણ કરવામાં આવ્યું હતુ. 

અધિકારીઓએ ઇ સિગારેટ પર પ્રતિબંધ લગાવવાને લઇને વોટ નાખ્યા હતા. અહિંયા હવે ઓનલાઇન પણ ઇ સિગારેટ ડિલિવર નહી થઇ શકે. આ પગલું ઉઠાવવાનો અર્થ સ્પષ્ટ થાય છે કે મોટી ઇ સિગારેટ બનાવવા વાળી કંપની જુઅલ લેબ્સે સનફ્રાન્સિસ્કો માંથી પોતાનું હેડક્વાટર હટાવવું પડી શકે છે. જણાવી દઇએ કે જુઅલ લેબ્સ અમેરિકામાં ઇ સિગારેટનું ઉત્પાદન કરનારી સૌથી મોટી કંપની છે. 

જોકે ઇ સિગારેટ બનાવવા વાળી કંપની જુઅલ લેબ્સેએ તેનો વિરોધ કરતાં કહ્યું કે આ પગલાંથી લોકો પાછાં સિગરેટની તરફ વળશે અને બ્લેક માર્કેટ પણ વધશે. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયથી ઇ સિગારેટ બનાવવા વાળી કંપની કાનૂની પડકાર પણ આપી શકે છે. હજું ઇ સિગારેટના વેચાણ પર પ્રતિબંધ લગાવવાને લઇને કાયદો બનાવવાનો બાકી છે. 

સનફ્રાન્સિસ્કોના મેયર લંડન બ્રીડની પાસે કાયદા પર હસ્તાક્ષર કરવા માટે 10 દિવસ છે. આ કાયદા પર હસ્તાક્ષર કરતા જ આ કાનૂની નિર્ણય થઇ જશે. જોકે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇ સિગારેટ બનાવવા વાળી કંપની તેનો વિરોધ કરશે અને આ નિર્ણયને પડકાર આપશે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top