CNG-PNGમાં અદાણી ગેસ દ્વારા કરાયો ભાવ વધારો

પીએનજી પ્રતિ કિલો 26.64 રૂ., સીએનજી પ્રતિ કિલો 55.95 રૂ.

પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો થયા કરે છે. ત્યારે પ્રજા પર વધુ એક માર પડ્યો છે. હવે અદાણી ગેસ દ્વારા પીએનજી અને સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે પહેલાં અમૂલના દૂધમાં ભાવ વધારો થયો હતો. જ્યારે પેટ્રોલ ડિઝલના ભાવમાં તો દિવસે ન દિવસે વધારો થતો જ જાય છે. ત્યારે આજે સીઅનજી અને પીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 

સીએનજીના ભાવમાં રૂ.1નો વધારો કરાયો છે. એટલે કે હવે નવો ભાવ પ્રતિ કિલો 55.95 થયો છે. જ્યારે પીએનજી એટલે કે પાઇપ દ્વારા ઘરે પહોંચાડાતા ગેસમાં પ્રતિ કિલો રૂ.2નો વધારો થયો છે. એટલે કે હવે પીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો 26.64 થયો છે. આ રીતે પીએનજીના ભાવમાં વધારો થવાથી ઘરના બજેટ જરૂરથી અસર પડશે. જ્યારે સીએનજીમાં ભાવ વધવાને કારણે વાહન ચાલકો પર તેની અસર જોવા મળશે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top