મગફળી કાંડ મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો આક્ષેપ

કહ્યું: મગફળી કાંડમાં ચોકીદાર જ ચોર છે

મગફળી કાંડ મુદ્દે નવો વળાંક આવ્યો છે. એક પછી એક અલગ અલગ જગ્યાએ મગફળીની ગુણીમાં નીકળતાં પત્થર અને માટીનાં ઢેફાંને લઇને હવે વિપક્ષ નેતાં પરેશ ધાનાણીએ આક્ષેપો કર્યા છે. ધાનાણી દ્વારા હાલની સરકાર અને સત્તાધારી પક્ષ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે. 

પરેશ ધાનાણીએ મગફળી કાંડ મુદ્દે સરકાર પર આક્ષેપો કરતાં કહ્યું કે સરકારના મળતિયાઓ આ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે અને આ કૌભાંડમાં ભાજપના મળતિયાઓ જોડાયેલાં છે. તેમણે આ વાતને આટલે ન અટકાવી. આગળ કહ્યું કે મગફળી કૌભાંડના તાર સીએમ ઓફિસ સુધઈ જોડાયેલાં છે. તેમણે વધુમાં કહ્યું કે મગફળી માંથી કાંકરા નીકળે તેનો સરકાર જવાબ આપે. સરકારના જ મળતિયાઓએ પહેલાં મગફળીના ગોડાઉન સળગાવ્યા હતા. 

પરેશ ધાનણીએ મગફળી તપાસ અર્થે કહ્યું કે જો મગફળી કાંડની તપાસ કરવામાં આવે તો મગફળી કાંડના તાર મુખ્યમંત્રી કાર્યાલય સુધી જાય તેવી પૂરતી શક્યાતા છે. મગફળી કાંડમાં ચોકીદાર જ ચોર છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top