2019 Iphone વિશે અત્યાર સુધી આ જાણકારીઓ આવી છે સામે...

આ વખતે કંપની ત્રણ iphone લૉન્ચ કરવાની તૈયારીમાં

એપ્પલના ફેન્સ નવા આઈફોનની તો રાહ જોતા જ હોય છે. કેટલાક મહિના જ બચ્યા છે, હવે લગભગ તમામ કંપનીઓએ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન્સ લૉન્ચ કરી દીધા છે અને હવે વારો છે એપ્પલની. દુનિયાની મોટી ટેક કંપની એપ્પલ આ વખતે ત્રણ એપ્પલ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. 

કેટલાક ફોટો તમે પહેલા જોઈ ચુક્યા હશો જે રેન્ડર છે. એટલે જે ડિઝાઈન તમે જોઈ છે તે લીક નથી અને નક્કી પણ નથી. પર્સનલી જેટલા પણ રેન્ડર્સ છે તે અજીબ છે, અને એપલના લેવલના નથી લાગતા.

આ વખતે આ ત્રણ આઈફોન લૉન્ચ થઈ શકે છે. તેમાં iPhone 11, iPhone 11 Plus और iPhone 11R હશે. આ વખતના આઈફોનમાં નવું શું હશે એ સવાલ તમારા બધાના મનમાં હશે.

એપ્પલે મોટાભાગે વર્ષના સપ્ટેમ્બર મહિનામાં સ્પેશલ ઈવેન્ટ આયોજિત કરીને નવા આઈફોન લૉન્ચ કર્યા છે. આ વખતે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કંપની સપ્ટેમ્બર મિડમાં પોતાની સ્પેશ્યલ ઈવેન્ટ આયોજિત કરવાની તૈયારીમાં છે. આશા છે કે, આ વખતે પણ એ જ સમયે નવા આઈફોન લૉન્ચ કરવામાં આવશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top