ધાંગધ્રા-માલવણ હાઇવે પર તેલનું ટેન્કર પલટ્યું

રોડ પર તેલની રેલમ છેલમ, લોકોએ વાસણો ભર્યા

સુરેન્દ્રનગર ધાંગધ્રા-માલવણ હાઇવે પર કલ્પના ચોકડી પાસે તેલ ભરેલું ટેન્કર પસાર થઇ રહ્યું હતું. ત્યારે અચાનક તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. જેના પગલે રોડ પર તેલની રેલમ છેલમ થઇ હતી. આજુબાજુ રહેલાં લોકોને જાણ થતાં લોકો વાસણો લઇને તેલ ભરવા દોડાયા હતા. લોકોએ તેલની રીતસરની લૂંટ મચાવી હતી. 

આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થવા પામી નથી. ઘટના બાદ લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. લોકો ડબ્બા, તપેલીઓમાં તેલ ભરવા લાગ્યા હતા. કલ્પના ચોકડી પર તેલનું ટેન્કર પલટી મારવાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. 
 

Share This:  

Recent Comments

Leave Comments

Top