બિહારઃ ચમકી તાવથી થતા મૃત્યુનો આંક 100એ પહોંચ્યો

અંદાજિત 350 જેટલા બાળકો સારવાર હેઠળ

બિહારમાં એક્યૂટ ઈન્સેફલાઈટિસ સિન્ડ્રોમ(AES) એટલે કે ચમકી તાવ(મગજનો તાવ)નો પ્રકોપ વધતો જઈ રહ્યો છે, આ તાવથી મૃત્યુ પામનારનો આંકડો વધીને 100 પહોંચી ગયો છે. મુઝફ્ફરપુરના શ્રીકૃષ્ણ કૉલેજ (એસકેએમસીએચ) અને કેજરીવાલ હોસ્પિટલમાં 375 બાળકો એડમિટ છે.

ચમકી તાવથી પીડિત માસૂમોની સૌથી વધારે મોત મુઝફ્ફરપુરના એસકેએમસીએચ હોસ્પિટલમાં થયા છે. જ્યારે ચમકી તાવ હવે મોતિહારી સુધી પહોંચી ગયો છે, જ્યાં એક બાળક તાવથી પીડિત છે.

ચમકી તાવને રોકથામને લઈ અત્યાર સુધી જે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તે સ્થિતિને જોતા નાકામ સાબિત થઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન તમામ ટીમો સાથે રવિવારે મુઝફ્ફરપુર પહોંચ્યા અને ડૉક્ટરોને ક્લીન ચીટ આપતા કહ્યું કે હોસ્પિટલ તમામ પ્રયાસો કરી રહ્યું છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top