વેકેશન લંબાવવાની માંગનો સરકારે કર્યો ઇન્કાર

13-15 જૂન સુધી શાળા પ્રવેશોત્સવની કરાશે ઉજવણી

દિવસેને દિવસે વધારે આકાશમાંથી વરસતી અગનવર્ષાને લઇને ગાંધીનગરની વાલીઓએ બાળકો સનસ્ટ્રોકનો ભોગ ન બને તેને લઇને વેકેશન લંબાવાની માંગ કરી હતી. પરંતુ તે માંગણી પર અમલ કરવાનો સરકારે ઇન્કાર કર્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ આ મામલે જણાવ્યું છે કે શાળાનું વેકશન નહીં લંબાવવામાં આવે. જો જરૂર પડશે તો બપોરની શાળાઓનો સમય સવારનો કરવામાં આવશે. 

મહત્વનું છે કે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે જ વેકેશન લંબાવવા અરજી કરી હતી. પરંતુ વેકેશન લંબાવવા મુદ્દે શાળા સંચાલકોમાં જ વિરોધ જોવા મળી રહ્યો છે. તો ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રીના જણાવ્યા અનુસાર વેકેશન લંબાવાનું કારણ શેડ તૂટવાનું બતાવવું એ શાળ સંચાલકોને યોગ્ય નથી લાગ્યું. તો સાથે જ વેકેશન લંબાવવા મામલે કારોબારી મિટિંગમાં નિર્ણય લેવાયો હતો અને અરજી પણ આપવામાં આવી હતી. 

શિક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર આ વર્ષે આગામી 13થી 15 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ ઉજવાશે, રાજ્ય સરકારનો શાળા પ્રવેશોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓમાં વિદ્યાર્થીઓની જે નોંધણી થતી હતી તેને કરતાં વધુ થાય તે તરફ પ્રયાસ કરાયો છે. સાથે જ મજૂરી કામ કરતાં બાળકોને સ્કુલે મોકલવાનો સરકારના ઉદ્દેશ્યની વાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષકોની બદલીને લઇને સૂચનો પણ મળ્યા છે. તે બાબતે પણ ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે. 

શાળા પ્રવેશોત્સવની ઉજવણીને લઇને વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં શિક્ષણમંત્રી ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા સહિતના અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા. તો પ્રવેશોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 

Share This:  

Recent Comments

Leave Comments

Top