Cricket world cup 2019: પહેલી મેચ આજે ઇંગ્લેન્ડ-આફ્રિકા વચ્ચે

વર્લ્ડ કપના રંગમાં રંગાયુ Google, બનાવ્યું ખૂબ જ ખાસ ડૂડલ

આઇસીસી વર્લ્ડ કપ-2019ની ઉદ્દઘાટન મેચ ગુરૂવારે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ધ ઓવલ મેદાન પર થશે. આ સાથે જ આખી દુનિયા ક્રિકેટમાં જ મશગુલ થઇ જશે. . 14 જુલાઈ સુધી ચાલનાર આ વિશ્વ કપની આયોજન સુંયુક્ત રીતે ઈગ્લેન્ડ અને વેલ્સ કરી રહ્યું છે. પૂરા ટૂનામેન્ટમાં કુલ 45 મેચ રમાશે. આવો તમને વિગતવાર વલ્ડકપથી જોડાયેલ દરેક વાતો જણાવીએ જે તમે જાણવા માગો છો.

આ વખતે વિશ્વકપમાં કુલ 10 ટીમો એકબીજાની સામે મુકાબલો કરતી દેખાશે. ઈગ્લેન્ડ સહિત આઈસીસી રેંકીંગમાં શિખર પર રહેનારી 8 અન્ય દેશોએ ક્રિકેટ વિશ્વકપ માટે ક્વાલીફાઈડ કર્યું છે. વેસ્ટઈન્ડિઝ અને અફઘાનિસ્તાન ક્વાલીફાયર મેચ રમીને અહીં સુધી પહોંચ્યા છે. આ પ્રથમ વખત હતુ જ્યારે વેસ્ટઈન્ડિઝને ક્વાલીફાઈ મેચ રમવુ પડ્યું.

વિશ્વકપ-2019 રમનારી 10 ટીમ

ઈગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
દક્ષિણ આફ્રિકા
ભારત
પાકિસ્તાન
ન્યુઝિલેન્ડ
બાંગ્લાદેશ
શ્રીલંકા
વેસ્ટઈન્ડિઝ
અફઘાનિસ્તાન

ભારત કોની-કોની સામે રમશે પૂરો કાર્યક્રમ

આઈસીસી વિશ્વકપ-2019

તારીખ                         ટીમ

05-06-19             ભારત – સાઉથ આફ્રિકા

09-06-19             ભારત – ઓસ્ટ્રેલિયા

16-06-19             ભારત – પાકિસ્તાન

22-06-19             ભારત – અફઘાનિસ્તાન

27-06-19             ભારત – વેસ્ટઈન્ડિઝ

30-06-19             ભારત – ઈગ્લેન્ડ

02-07-19             ભારત – બાંગ્લાદેશ

06-07-19             ભારત - શ્રીલંકા

ખાસ કરીને સર્ચ ઇંજન ગુગલે પણ વર્લ્ડ કપને લઇને તૈયારીઓ કરી લીધી છે. ક્રિકેટના આ મહાકુંભના જશ્નને લઇને ગુગલે એક ખાસ એનિમેટેડ ડુડલ બનાવ્યું છે. મજાની વાત તો એ છે કે આ ખૂબજ ખાસ ડુડલમાં સ્ટંપ અને બોલની મદદથી લખવામાં આવ્યું છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top