આવતી કાલે જાહેર કરાશે ધો.10ની પરીક્ષાનું પરિણામ

આખા વર્ષની મહેનત લાવશે રંગ

ધોરણ 10ના પરિણામની વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેનો અંત આવી ગયો છે. આવતી કાલે ધોરણ 10નું પરિણામ જાહેર કરાશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પર આવતી કાલે સવારે 8 કલાકથી પરિણામ મુકાશે. આખા વર્ષની કરેલી મહેનત રંગ લાવશે. માર્કશીટનું સવારે 11 વાગ્યાથી બપોર બાદ 4 વાગ્યા સુધી વિતરણ કરાશે. ગાંધીનગરથી અધિકારીક રીતે શિક્ષણ મંત્રી સવારે 9 કલાકે પરિણામની જાહેરાત કરશે.

ઉલ્લેખનીય છે કે  રાજ્યભરમાંથી 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. ઉપરાંત રાજ્યની વિવિધ જેલોમાં બંધ 89 કેદીઓએ પણ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. સત્તાવાર રીતે ગાંધીનગરથી શિક્ષણ મંત્રી સવારે 9 વાગ્યાથી પરિણામની જાહેરાત કરશે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top