CJI જાતીય સતામણીનો મામલોઃ જસ્ટિસ ગોગોઈને રાહત

આંતરિક તપાસ સમિતિને ન મળ્યા કોઈ પુરાવા

યૌન શોષણના આરોપોમાંથી પસાર થઈ રહેલા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાહત મળી ગઈ છે. કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની ઈનહાઉસ કમિટીને જસ્ટિસ ગોગોઈ વિરુદ્ધ કોઈ પુરાવો મળી રહ્યો નથી.

જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટના પૂર્વ મહિલા કર્મચારીએ સીજેઆઈ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ સોગંધનામાની કૉપી સુપ્રીમ કોર્ટના 22 ન્યાયાધીશોને મોકલી હતી. મહિલાએ પોતાના સોગંધનામામાં કથિત છેડછાડની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર જાતીય સતામણીનો આરોપ લગાવનારી સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારી 26 એપ્રિલે પહેલીવાર ઈનહાઉસ તપાસ સમિતિના સામે રજુ થઈ હતી. બીજા સૌથી સીનિયર જજ જસ્ટિસ એસએ બોબડેના નેતૃત્વમાં ત્રણ જજોની સમિતિએ બંધ રૂમમાં તેનો પક્ષ સાંભળ્યો હતો. 

Share This:  

Recent Comments

Leave Comments

Top