સાયક્લોન ફૈનીએ બાંગ્લાદેશમાં 14 લોકોનો લીધો ભોગઃ રિપોર્ટ

16 લાખ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર

મીડિયા રિપોર્ટોના જણાવ્યા પ્રમાણે ભયંકર ચક્રવાતી તોફાન ફેનીએ ભારતમાં તબાહીના નિશાન છોડ્યાના એક દિવસ બાદ શનિવારે બાંગ્લાદેશમાં ઓછામાં ઓછા 14 લોકોના જીવ લઈ લીધો અને 63 અન્ય ઘાયલ થઈ ગયા. બાંગ્લાદેશના અધિકારીઓએ જણાવ્યું કે, દેશના કિનારાના વિસ્તારોમાં તોફાનોથી તટબંધોના તુટ્યા બાદ 36 ગામોમાં પુર આવી ગયુ. જ્યાર બાદ લગભગ 16 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.

ઢાકા ટ્રિૂબ્યૂએ જણાવ્યું કે, નોઆખલી, ભોલા અને લક્ષ્મીપુર સહિત આઠ જિલ્લામાં મોત થઈ ગયા, જે ચક્રવાતથી સૌથી વધારે પ્રભાવિત થયા છે. મૃતકોમાં એક બે વર્ષનું બાળક અને ચાર મહિલાઓ પણ સામેલ છે. આ જ પ્રકારે લક્ષ્મીપુર જિલ્લામાં તોફાનના કારણે ઘર ધસી જવાથી એક 70 વર્ષીય મહિલાનું મોત થઈ ગયુ. ચક્રવાતી તોફાને દેશના કિનારાના વિસ્તારોમા તબાહી મચાવી અને સૈકડો ઘરોને તબાહ કર્યા.

એક સમાચાર પત્રના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશના ઘણા વિસ્તારોમાં આકાશમાં કાળા વાદળો છવાયેલા છે અને શુક્રવારથી દેશભરમાં ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડુ ચાલી રહ્યું છે અને ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે.

તોફાન શરૂ થયા બાદ દેશના ઘણા વિસ્તારોમાં વિજળી અને ઈન્ટરનેટ કનેક્શનમાં અવરોધ આવી રહ્યો છે. અખબારના જણાવ્યા પ્રમાણે હવામાનની ખરાબ સ્થિતિના કારણે અધિકારીઓને અત્યાર સુધી 12 ઉડાનો રદ્દ કરવી પડી અને બીજા ઘણા સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top