આરાધ્યાને લઇને ફરીથી ટ્રોલ થઇ એશ્વર્યા રાય બચ્ચન

યુઝર્સ બોલ્યા: ભગવાન માટે તેનો હાથ છોડી દો

બોલીવુડ સેલેબ્સની ટ્રોલ થવાની વાત હાલ સામાન્ય થઇ ગઇ છે. પરંતુ ટ્રોલર્સ હવે સેલેબ્સના છોકરાંઓને પણ નથી છોડતા, હાલમાંજ પોતાના પરિવાર સાથે મુંબઇની એક રેસ્ટોરન્ટમાં જમવા ગયેલી એશ્વર્યા રાય બચ્ચન એક વાર ફરીથી દીકરી આરાધ્યાને લઇને ટ્રોલ થઇ ગઇ છે. 

સોશિયલ મીડિયમાં સામે આવેલા ફોટોમાં એશ્વર્યા રાય બચ્ચન પોતાની દીકરી આરાધ્યાનો હાથ પકડીને ચાલતી જોવા મળી રહી છે. ટ્રોલર્સને બહાનું મળી ગયું છે. અને તેની આલોચના કરવાની શરૂ કરી દીધી છે. એક યુઝર્સે લખ્યું છે કે, ખુબજ પ્રેમાળ છોકરી છે. હંમેશા તેની સામે ન રહો. તેને બીજા બાળકોની જેમ સ્વતંત્ર રહેવાનું શીખવાડો. 

એક બીજ યુઝર્સે લખ્યું છે કે " એશ હંમેશા આરાધ્યાને ખભા પર હાથ રાખેલી નજર આવે છે. મને આશા છે કે આ દીકરીને ખભો દુ:ખતો હશે. 'એકે લખ્યું, કે ' કૃપા કરીને, ભગવાન માટે તેનો હાથ છોડી દો."

આ પહેલા પણ માલદીવ વેકેશનનો ફોટો શેર કરતાં એશ્વર્યા ટ્રોલ થઇ હતી. તે સમયે યુઝર્સે કમેન્ટ કરતાં લખ્યું હતું કે, " તમારી દીકરી સ્કુલ નથી જતી કે શું. જ્યારે દેખો ત્યારે ફોરેન ટ્રિપ પર તમારી સાથે જ રહે છે. તેની દાદી છે ને તેમની પાસે રહેવા દો, કેમ તેની લાઇફ ખરાબ કરી રહ્યાં છો. "

Share This:  

Recent Comments

Leave Comments

Top