પાકિસ્તાને 55 ભારતીય માછીમારો અને 5 નાગરિકોને કર્યા મુક્ત

અટારીના રસ્તેથી વતન પરત ફર્યા

55 ભારતીય માછીમારો અને 5 નાગરિક અમૃસર સ્થિત ઈન્ડિયન રેડ ક્રૉસ સોસાયટી પહોંચી ગયા છે. આ બધાને પાકિસ્તાને કાલે અટારી-વાઘા સરદદના માધ્યમથી છોડ્યા હતા. જણાવી દઈએ કે પાકિસ્તાને 360 ભારતીઓને એપ્રિલ મહિનામાં છોડવાની વાત કહી હતી.

તેમાંથી 100-100ના જથ્થામાં ત્રણ વાર માછીમારો વતન ફરી ચુક્યા છે. પુલવામામાં આતંકી હમલા અને જવાબમાં ભારતીય એર સ્ટ્રાઈક બાદ બંન્ને દેશો વચ્ચે ઘણો તણાવ વધી ગયો હતો. જો કે આ પહેલને તણાવ ઓછો કરવાના રૂપમાં જોવામાં આવી રહી છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top