KALASHTAMI 2019 : આ પૂજાથી ભયમુક્ત કરે છે કાલભૈરવ

કરો આ ઉપાય, જીવનમાં થશે અપાર ધન, યશ, સફળતા પ્રાપ્ત

કાલાષ્ટમી 26 એપ્રિલે મનાવવામાં આવશે, કાલાષ્ટમીના દિવસે ભગવાન શિવના વિગ્રહ રૂપમાં માનવાવાળા કાલભૈરવની પૂજાનુ વિશેષ મહત્વ છે. તેમને શિવનો પાંચમો અવતાર માનવામાં આવે છે. તેમના બે રૂપ છે. પહેલો
બટુક ભૈરવ અને બીજો અભય આપવાવાળા સૌમ્ય રૂપમાં પ્રસિધ્ધ છે. તો કાલ ભૈરવ અપરાધિક પ્રવૃતિઓ પર નિયંત્રણ કરવાવાળા ભયંકર દંડનાયક દેવ છે.

તંત્ર મંત્રના સાધકોના અનુસાર ભગવાન ભૈરવને પરમ શક્તિશાળી રૂદ્ર બતાવવામાં આવ્યા છે. કાલ ભૈરવની અષ્ટમીના દિવસે પૂજા કરવાથી બધાંજ પ્રકારના કાળાં જાદુમાંથી મુક્તિ મળે છે. કાલાષ્ટમીના દિવસે ભગવાન ભૈરવને
પ્રસન્ન કરવા માટે અડદની દાળ અથવા તો તેમાંથી બનાવેલ કોઇ વસ્તુ, મિષ્ટાન, દુધ-મેવો વગેરે ધરાવો. 

જો તમે ભગવાન કાલ ભૈરવની કૃપા ઇચ્છો છો, તો કાલાષ્ટમીના દિવસે બાબા કાલભૈરવના મંદિરમાં જઇને તેમની મુર્તિ પર સિંદુર અને તેલ ચઢાવો. તેમની સામે બેસીને કાલ ભૈરવના મંત્રનો જાપ કરો. 

જો તમારા ઘર પાસે કોઇ કાલ ભૈરવનું મંદિર નથી તો તમે કાલાષ્ટમીના દિવસે ભગવાન શિવની પૂજા કરીને તેઓનો આર્શીવાદ તમે મેળવી શકો છો. એવુ એટલા માટે છે કે ભગવાન ભૈરવની ઉત્તપત્તિ ભગવાન શિવના અંશના
રૂપમાં થઇ છે. કાલાષ્ટમી ના દિવસે 21 બીલીપત્રો પર ચંદનથી ઓમ નમ: શિવાય લખીને શિવલિંગ પર ચઢાવો. આ વિધિથી પૂજન કરવાથી ભગવાન ભૈરવ પ્રસન્ન થશે. અને તમારી દરેક મનોકામનાઓ પુર્ણ થશે. 

શાસ્ત્રોમાં શ્વાન એટલે કે કુતરાંને ભગવાન કાલ ભૈરવનુ વાહન જણાવ્યુ છે. એવામાં કાલાષ્ટમીના દિવસે ભગવાન ભૈરવને પ્રસન્ન કરવા માટે કાળાં કૂતરાંને મીઠી રોટલી ખવડાવો. જો કાળો કૂતરો ન મળે તો કોઇ પણ કૂતરાંને
ખવડાવી શકો છો. આ ઉપાય કરવાથી ભગવાન ભૈરવની સાથે સાથે શનિદેવની પણ કૃપા તમારા પર રહેશે. 

કાલાષ્ટમીના દિવસે ભગવાન ભૈરવને લીંબુની માળા અથવા 5 લીંબુ ચઢાવવાથી મનવાચ્છિંત ફળની પ્રાપ્તિ થશે. કાલાષ્ટમી પર કરવામાં આવેલ આ ઉપાયથી ભૈરવ ભક્તના જીવનમાં અપાર ધન, યશ અને સફળતા પ્રાપ્ત થશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top