ભુલથી પણ ન કરો હનુમાન જંયતિના દિવસે આ 5 કામ

આ કામ કરવાથી બજરંગ બલી પ્રસન્ન નહીં પણ થઇ જાય છે નારાજ


આજે દેશભરમાં 19 એપ્રિલ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ધર્મ અનુસાર હનુમાન જયંતિના દિવસે બજરંગ બલીની આરાધના, પૂજા કરવાથી કષ્ટો અને ભયથી મુક્ત થવાય છે. પરંતુ ઘણી વાર હનુમાન જીની પૂજા કરતા સમયે જાણ્યા- અજાણ્યા કોઇ એવી ભુલ કરીએ છે કે જેનાથી બજરંગ બલી પ્રસન્ન નથી થતા અને નારાજ થાય છે. આવો જાણીએ કઇ કઇ આવી ભુલો છે. 

લાલ રંગ

બજરંગ બલીને લાલ રંગ ખૂબ પ્રિય છે. આ રીતે, પૂજા કરતી વખતે હનુમાન જીને લાલ ફૂલો, કપડાં અને ભેટો અર્પિત કરો. કાળા અથવા સફેદ કપડાં પહેરીને  હનુમાનજીની પૂજા કરશો નહીં. આમ કરવાથી તમારી ઉપાસના પર નકારાત્મકની અસર પડશે. પૂજા કરવા માટે હંમેશા લાલ અને પીળા કપડાંનો જ ઉપયોગ કરો.

મીઠું ખાવું નહીં

જે ભક્ત હનુમાનજીની ઉપાસના કરે છે તેમણે મંગળવારે અથવા હનુમાન જયંતિના દિવસે મીઠું ખાવું જોઈએ નહીં. પણ, ધ્યાનમાં રાખો કે દાન કરેલ વસ્તુઓ, ખાસ કરીને મીઠાઈઓનુ સેવન ન કરો.

આવામાં ન કરો હનુમાનજીની પૂજા

બજરંગ બલીને  શાંતિ પ્રિય દેવ માનવામાં આવે છે. એટલા માટે જ તેઓની સાધના શાંત મનથી કરવી જોઇએ. જો આપનુ મન અશાંત છે અથવા તો કોઇ વાતને લઇને ગુસ્સે છો તો આવામાં હનુમાનજીની પૂજા ના કરો. 

ચરણામૃત ન ચઢાવો

ઘણાં ઓછા લોકો જ આ વાતને જાણે છે કે હનુમાનજી ની પૂજામાં ક્યારેય પણ ચરણામૃત નો પ્રયોગ નથી કરવામાં આવતો . માંસ મદિરાનું સેવન કર્યા બાદ પણ મંદિર ન જાવ ના તેઓની પૂજા કરો. 


સ્ત્રીઓએ હનુમાનજીનો સ્પર્શ ન કરવો 

હનુમાનજીની પૂજા કરતી વખતે બ્રહ્મચર્ય વ્રતનુ પાલન કરવુ આવશ્યક છે. આ વાતનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ. હનુમાનજી બાલ બ્રહ્મચારી હોવાના કારણે સ્ત્રીઓના સ્પર્શથી દુર રહે છે. પૂજા દરમિયાન સ્ત્રીઓ એ  તેમને ના અડવું જોઇએ. 

Share This:  

Recent Comments

Leave Comments

Top