આ દિવસથી શરૂ થઇ રહ્યો છે વૈશાખ મહિનો

જાણો: શુ છે મહત્વ

સામાન્ય રીતે વૈશાખ મહિનાનો પ્રારંભ એપ્રિલમાં થાય છે. વિશાખા નક્ષત્ર સાથેના સંબંધને કારણે તેને વૈશાખ કહેવામાં આવે છે. આ મહિને સંપત્તિ પ્રાપ્ત કરવા અને સદગણ પ્રાપ્ત કરવા માટેનો મહિનો છે. મુખ્યત્વે આ મહિને ભગવાન વિષ્ણુ, પરશુરામ અને દેવીની પૂજા કરવામાં આવે છે. એક વર્ષમાં ફક્ત એક જ વખત, શ્રી બાંકે બિહારીજીનાં ચરણ દર્શન આ મહિનામાં થાય છે. ગંગા અથવા સરોવરમાં સ્નાનનો મહિમાનુ પણ  ખાસ મહત્વ છે. સામાન્ય રીતે આ સમયથી મંગળ કાર્યની જીવનમાં શરૂઆત થાય છે. આ વખતે વૈશાખનો મહિનો 20 એપ્રિલ  થી 18 મી મે સુધીનો રહેશે.


વૈશાખમાં દાન કરવાનુ અલગ મહત્વ

વૈશાખને ફળ પ્રાપ્તિનો મહિનો કહેવામાં આવે છે. વૈશાખ મહિનામાં દાન કરવાનુ પણ અધિક મહત્વ છે. કહેવાય છે કે આ મહિનામાં દાન કરવાથી ગરીબી દૂર થાય છે. આ મહિનામાં પવિત્ર નદીંઓ માં સ્નાન કરવુ જોઇએ . માન્યતા મુજબ વૈશાખ મહિનામાં પૂજા, આરાધના કરીને જીવનની અનેક સમસ્યાઓ માંથી મુક્તિ પામી શકો છો. 

વૈશાખ મહિનામાં મુખ્ય વ્રત અને તહેવાર કયા કયા છે ?

- આ મહિને શુક્લ પક્ષની દસમીએ ગંગા ઉપાસના કરવામાં આવે છે. 

-  ભગવાન બુદ્ધ અને પરશુરામનો જન્મ પણ થયો હતો.

-અક્ષય તૃતિયાનો દિવસ પણ આવે છે જેમાં ધન અને સંતાન પ્રાપ્તિ થાય છે. 

- આ મહિનામાં મોહિની એકાદશી પણ આવે છે જે શ્રી હરિ માટે ખૂબ જ વિશેષ હોઈ શકે છે.
 

Share This:  

Recent Comments

Leave Comments

Top