6 એપ્રિલથી થશે ચૈત્રી નવરાત્રીનો શુભારંભ

નવ દિવસોમાં બનશે ઘણા શુભ સંયોગ

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ 6 એપ્રિલથી થશે. હિન્દુ કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનો એ વર્ષનુ નવુ વર્ષ કહેવાય છે. આ વખતે ચૈત્રી નવરાત્રી 6 એપ્રિલથી શરુ થઇને 14 એપ્રિલ સુધી એમ 9 દિવસની રહેશે. આ સમયે ચૈત્રી નવરાત્રી પર પણ ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. જ્યોતિષ આર્ચાયો અનુસાર, આ સમયે પાંચ સર્વજ્ઞ સિદ્ધિઓનું મિશ્રણ, 2 રવિ યોગનો પણ સંયોગ બને છે. આવા શુભ સંયોગમાં, નવરાત્રી પર માંની પૂજા, ઉપાસના,આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થશે. 

નવરાત્રીના 9 દિવસોમાં કળશ સ્થાપના અને અખંડ જ્યોતિની સાથે કરો માં દુર્ગાની વિશેષ પૂજા 

9 દિવસોમાં 9 શુભ સંયોગ

6 એપ્રિલ - રેવતી નક્ષત્રમાં કરો ઘટ સ્થાપના 
7 એપ્રિલ - સિદ્ધિ શુભ યોગ દ્વિતિયા
8 એપ્રિલ - કામ સિદ્ધિ રવિ યોગ 
9 એપ્રિલ- સિદ્ધિ યોગ ચતુર્થી તિથી
10એપ્રિલ -લક્ષ્મી પંચમી યોગ પંચમી તિથી 
11 એપ્રિલ- છઠ્ઠી તિથી રવિ યોગી
12 એપ્રિલ - સપ્તમી સર્વશૂદ્ધ યોગની તિથી
13 એપ્રિલ - અષ્ટમી તિથી 
14એપ્રિલ -રવિ પુષ્ય નક્ષત્ર અને સર્વથ સિદ્ધિ નવમી વૈષ્ણવ મતઅનુસાર 

 

Share This:  

Recent Comments

Leave Comments

Top