પાક.ને ડબલ ઝટકો, આતંક વિરુદ્ધ અમેરિકી સંસદ અને unમાં પ્રસ્તાવ રજુ

નામ લીધા વગર ભારતે પાક. પર વારં-વાર કર્યા પ્રહાર

આતંકને આશરો આપનાર દેશ પાકિસ્તાનને આજે આતંકવાદને લઈ બે ઝટકા લાગ્યા છે. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં ટેરર ફન્ડિંગનો પ્રસ્તાવ રજુ કર્યો છે. તદ્દપરાંત અમેરિકી સંસદમાં પણ આતંકવાદ વિરુદ્ધ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે. ભારતે આ પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે. પાકિસ્તાનનું નામ લીધા વગર ભારતે તેને વારં-વાર અપરાધ કરનારુ જણાવ્યુ.

ભારતના સંયુક્ત રાષ્ટ્ર(સંરા)માં સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું કે, નાણાકીય કાર્યવાહી કાર્યબળ(એફએટીએફ) વૈશ્વિક માનદંડોની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. શુક્રવારે તેઓએ કહ્યું કે જે રાજ્ય આતંકવાદીઓના સમર્થક છે તે સતત તેમના પક્ષમાં કરેલા પોતાના કાર્યોને ન્યાયસંગત સિદ્ધ કરવાના બહાના બનાવતા રહે છે.

અકબરુદ્દીને પાકિસ્તાનનું નામ લીધી વગર કહ્યું કે, કેટલાક લોકો સતત આતંકવાદનું સમર્થન કરી રહ્યા છે. તેઓએ કહ્યું, 'આતંકી નિયોમોનુ ઉલ્લંઘન કરવા માટે પહેલાથી વધારે સજાગ થઈ ગયા છે અને દુર્ભાગ્યવશ કેટલાક દેશ જે આતંકીઓના પનાહગાર છે તે તેમના પક્ષમાં કરેલા પોતાના કાર્યોને ન્યાયસંગત સિદ્ધ કરવાના પ્રયત્નોના બહાના બનાવતા રહે છે.' 

Share This:  

Recent Comments

Leave Comments

Top