ઘા ને 4 ઘણી ઝડપથી ભરશે ઈલેક્ટ્રોનિક બેન્ડેજ

શ્વાસોથી થશે ઑપરેટ

હેલ્થ ડેસ્કઃ અમેરિકી વૈજ્ઞાનિકોએ એવી ઈલેક્ટ્રોનિક બેન્ડેજ  બનાવી છે જે જખમને 4 ઘણી ઝડપથી ભરે છે. તેને યૂનિવર્સિટી ઑફ વિસ્કૉન્સિન મેડિસને તૈયાર કર્યો છે. ઈલેક્ટ્રોનિક બેન્ડેજ નો પ્રયોગ ઉંદર પર કરવામાં આવ્યો. પ્રયોગ દરમિયાન ઉંદરની પીઠ પર થયેલા જખમ પર તેને બાંધવામાં આવી. જેટલીવાર ઉંદર શ્વાસ લેતો હતો, ત્યાર બાદ ઈલેક્ટ્રિક તરંગ પેદા થઈ. તેનાથી જખમ પુરાવામાં મદદ મળી.

શોધકર્તાઓના અનુસાર, ઈ-બેન્ડ બનાવ્યા બાદ ઉંદરની પીઠ પર 1 સેન્ટીમીટરનો એક ચીરો કરવામાં આવ્યો. 2 દિવસ બાદ જોયુ તો તે જખમ ભરાઈ ચુક્યુ હતુ. જ્યારે બીજા ઉંદરો જેઓએ બેન્ડ લગાવેલી હતી પરંતુ કરન્ટ નહોતો પેદા થતો, તેમાં જખમ દેખાઈ રહ્યો હતો.

આ પ્રયોગ તેઓએ જાનવરો પર ચાલુ રાખ્યો અને જાણ્યુ કે ઈ-બેન્ડેજ ની મદદથી 3 દિવસોમાં જ જખમને ઠીક કરી શકાતુ હતુ. જ્યારે સામાન્ય રીતે આવા જખમોને ભરાતા 10-12 દિવસ લાગે છે. શોધકર્તાઓનો દાવો છે કે બેન્ડ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેના કોઈ સાઈડ-ઈફેક્ટ નોથી.

શોધ પ્રમાણે, ડાયાબિટીસના દર્દીઓના પગમાં જખમ અને અલ્સર જેવા બાબતોને હંમેશા ભરાવામાં ઘણો સમય લાગે છે. ફક્ત અમેરિકામાં જ દર વર્ષે આવા 65 લાખ કેસો સામે આવે છે.

1960માં પહેલી વાર એ ખબર પડી હતી કે ઈલેક્ટ્રિકલ તરંગો જખમને ભરવામાં સક્ષમ છે. સોજા દુર કરવાની સાથે આ નવી પેશીઓને વિકસિત થવામાં મદદ કરે છે અને બ્લડ સર્કુલેશન દુરસ્ત રાખે છે. શોધકર્તાઓનું કહેવું છે કે તેના માટે ખાસ પ્રકારના ઈલેક્ટ્રિકલ સિસ્ટમની જરૂરિયાત હોય છે જે ફક્ત હૉસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top