FIFA: ભારત 2020માં અંડર-17 મહિલા વર્લ્ડ કપની કરશે મેજબાની

અમેરિકામાં થયેલી ફીફા કાઉન્સિલની બેંઠકમાં નિર્ણય પર લાગી મહોર

નવી દિલ્હીઃ ભારત 2020માં થનારા ફીફા અંડર-17 મહિલા ફુટબૉલ વર્લ્ડ કપની મેજબાની કરશે. અમેરિકાના મિયામીમાં શુક્રવારે રાત્રે થયેલી ફીફા કાઉન્સિલની બેંઠકમાં ભારતને મેજબાની આપવાના નિર્ણય પર મહોર લાગી. ફીફા વુમેન્સ વર્લ્ડ કપે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર તેની જાણકારી આપી. તેણે લખ્યું, 'કન્ફર્મ્ડ: ભારતીય ફુટબૉલ 2020 અંડર-17 વુમન્સ ફુટબૉલ વર્લ્ડ કપની ભારત મેજબાની કરશે.'

એઆઈએફએફના અધ્યક્ષનો ટૂર્નામેન્ટને ભવ્ય બનાવવાનો વાયદો

ફીફાની આ બીજી ટૂર્નામેન્ટ છે, જે ભારતમાં હશે. ભારત આ પહેલા 2017માં અંડર-17 પુરુષ ફુટબૉલ વર્લ્ડ કપની મેજબાની કરી ચુક્યુ છે. તે ટૂર્નામેન્ટના સફળ આયોજનના કારણે જ ભારતને અંડર-17 મહિલા ફુટબૉલ વર્લ્ડ કપની મેજબાની મળી છે.

અખિલ ભારતીય ફુટબૉલ મહાસંઘના અધ્યક્ષ પ્રફુલ પટેલે પણ આ ખબરની ખાતરી કરી છે. તેઓએ કહ્યું કે આને ખુબ જ સફળ ખેલ આયોજન બનાવશું. તેઓએ ટ્વીટ કર્યું, 'ફીફા અંડર 17 મહિલા ફુટબૉલ વર્લ્ડ કપ 2020ના આયોજનની જવાબદારી મળવી ખુબ જ ગૌરવ અને સન્માનની વાત છે.' 

Share This:  

Recent Comments

Leave Comments

Top