<p>ફિલિપાઈન્સમાં ભયાનક તોફાની વાવાઝોડાએ મચાવી તબાહી</p>

25ના મોત, તોફાન હવે ચીન તરફ વધ્યુ

જન મન ઈન્ડિયા- સંવાદદાતા  

શક્તિશાળી તોફાન મંગખુતે ફિલીપાઈન્સમાં તબાહી મચાવી છે. વાવઝોડુ અને મૂસળધાર વરસાદની સાથે આવેલા આ તોફાનને કારણે ભૂસ્ખલન અને મકાન ધરાશાઈ થવાની ઘટનાઓમાં મૃત્યુઆંક 25એ પહોંચ્યો છે, જ્યારે ઘણા મકાનો ક્ષતીગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ઘણા લોકો ઘુમ થયાની    પણ ખબરો છે.  

સરકારના પ્રમુખ હવામાન અધિકારીએ જણાવ્યુ હતુ કે, વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 25 લોકોના મોતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ઉપરાંત સંપર્ક વિહોણા ક્ષેત્રોમાંથી પણ ખબરો આવવાની શરૂ થઈ ગઈ છે.   

ઉત્તરી ફિલીપીન્સમાં તબાહી મચાવ્યા બાદ હવે આ વાવાઝોડુ રવિવારે હોંગકોંગ અને દક્ષિણ ચીન તરફ વધી રહ્યુ છે. દુનિયામાં આ વર્ષનું સૌથી શક્તિશાળી તોફાન છે. હવાઈ સ્થિત સંયુક્ત તોફાન ચેતવીણી કેન્દ્રએ જણાવ્યુ હતુ કે આ વાવાઝોડાના રસ્તામાં 50 લાખથી વધારે લોકો છે.    

Share This:  

Recent Comments

Leave Comments

Top