શહીદની પત્નીએ આપ્યો દીકરાને જન્મ, કહ્યું- આ પાકિસ્તાનથી બદલો લેશે

શહીદ થવા પર સમગ્ર પરિવાર ગર્વ અનુભવે છે

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના હુમલામાં શહીદ થયેલ જવાન રાજેશ યાદવના ઘરે તે સમયે ખુશીઓથી ઝૂમી ઉઠ્યો છે જ્યારે તેમની વિધવા પત્ની શ્વેતા યાદવે એક નજીકની હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો. દીકરાના જન્મ પર શ્વેતાએ કહ્યું કે તે દીકરાને સેનામાં મોકલશે અને તે પાકિસ્તાનથી પોતાના પિતાની શહીદીનો બદલો લેશે.

જોકે, ઉત્તરપ્રદેશના એટામાં રહેતા જવાન રાજેશ યાદવ 5 ડિસેમ્બર 2018ના રોજ પાકિસ્તાનની બોર્ડર પર આતંકવાદીઓ સાથે અથડામણમાં શહીદ થયા હતા. તે સમયે તેમની પત્ની શ્વેતા ગર્ભવતી હતી.

પતિના શહીદ થવાના ગમ છતા તેમણે પોતાના બાળકને જન્મ આપ્યો. તેમનુ બાળક સ્વસ્થ છે. દીકરાને જોઇને શ્વેતા બહુજ ખુશ છે અને તેમની ખુશીનું કારણ એ છે કે પોતાના દીકરાને ભારતીય સૈનિક બનાવવા માંગે છે.

શ્વેતાને પતિના શહીદ થવાનું બહુ દુઃખ છે. પરંતુ હજુ પણ દેશદાઝ તેની અંદર છે અને તે પોતાના દીકરાને ફોઝમાં મોકલવાની વાત કરી છે.

ત્યારે શહીદના પિતા નેમસિંહનું કહેવું છે કે હું દેશ માટે પોતાના દીકરાને ગુમાવ્યો પરંતુ પૌત્રના રૂપમાં તેમનો દીકરો ફરી આવી ગયો છે. તેઓ તેમના દીકરાથી પણ વધીને વહાલ કરીશું અને સેનામાં મોકલીશું.

ઉલ્લેખનીય છે કે રાજેશ પોતાના મા-બાપનો એકમાત્ર સંતાન હતા. તેમના શહીદ થવા પર સમગ્ર પરિવાર ગર્વ અનુભવે છે. તેમણે કહ્યું કે પુલવામામાં થયેલ આતંકવાદી હુમલાએ દીકરાની શહીદીને ફરી તાજી કરી દીધી. તેમની માંગ છે કે સેના પાકિસ્તાનને પાઠ ભણાવે.

Share This:  

Recent Comments

Leave Comments

Top