સૂર્યનો કુંભ રાશિમાં થશે પ્રવેશ, જાણો તમારી રાશિ પર શું થશે અસર? કોને થશે ખુબ લાભ?

રાશિ પરિવર્તનથી 6 રાશિઓને થશે ખુબ લાભ

સૂર્ય 13 ફેબ્રુઆરી બુધવારે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય સવારે 8 કલાકે 47 મીનિટે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં સૂર્ય-બુધની સાથે આવશે. કુંભ રાશિમાં સૂર્ય અને બુધનું મિલન થશે. શનિની દ્રશ્ટિ સૂર્ય બુધ પર હશે. મહા યોગ બન્યો છે. આ ફાગણ સંક્રાંતિમાં તમે ખુબ લાભ મળશે. ધનવાન બનાવાના ઉપાય કરી શકો છો, કારણ કે આવો શુભ અવસર લાખો વર્ષો બાદ પહેલીવાર આવ્યો છે.

કઇ રાશિઓને બહુ ધન લાભ થશે?
રાશિ પરિવર્તનથી 6 રાશિઓ માટે ખુબ શુભ-લાભ હશે. જેમાં વૃષભ, મિથુન, સિંહ, તુલા, ધન અને મીન રાશિ સામેલ છે. આ રાશિના લોકો જે કામમાં પણ હાથ અજમાવશે, તેમને ત્યાં લાભ મળશે. ધન કમાવાનો બહુ સારો અવસર મળશે. નોકરી વેપારમાં પ્રગતિ થશે. જાણો સૂર્યના પરિવર્તનથી તમામ રાશિયો પર કેવો પ્રભાવ પડશે.

મેષ - આ પરિવર્તનથી મેષ રાષિના લોકોના જીવનમાં હવે બધુ સારૂ જ હશે. કામના વિલંબથી નિરાશ થશો નહીં. ઇન્ટરવ્યુમાં સફળતા મળશે. ગણેશજી પર લાડુ ચડાવો.

વૃષભ - જો તમે પૈસાની તંગીથી હેરાન છો તો આ સમસ્યા દૂર થઈ જશે. આવકના સાધન વધશે. બધા અટવાયેલ કામ બનવા લાગશે.

મિથુન - પ્રેમમાં સફળતા મળશે. કામ પર ભાર મૂકવો પડશે. ભણતરની મૂંઝવણ દૂર થશે. મિત્રો સાથે મુલાકાત થશે.

કર્ક - ઓફિસમાં મન નથી લાગી રહ્યું. બહારના કામ પૂરા કરો. યાત્રા માટે યોજના કરી શકો છો. હનુમાનજીને ફૂલો ચઢાવો.

સિંહ - યાત્રાથી હાનિ થશે. પોતાના કામ પર બન્યા રહો. ધન લાભનો યોગ બનશે. ગળામાં નારંગી રંગનો દોરો પહેરો.

કન્યા - નવી મિત્રતાથી લાભ થશે. નવી નોકરીનો યોગ બની રહ્યો છે. નાની એલચી પાસે રાખો.

તુલા - ભવિષ્યની ચિંતા છોડો. હનુમાનજીની ઉપાસના કરો. અવરોધો દૂર થશે. શિક્ષણમાં સારૂ પ્રદર્શન કરશો.

વૃશ્ચિક - કોઇ પણ કામ પર ગુસ્સો અને જીત કરવાથી નુકસાન થઇ શકે છે. શાંતિથી કામ કરવાથી લાભ થશે. વ્યવસાય અને નોકરીમાં સફળતા મળશે.

ધન - સૂર્યના રાશિ પરિવર્તનથી ખુશખબર મળશે. કોઇ મોટુ કામ બનશે. મનની કોઈ ઇચ્છા પૂરી થશે. પીળો રૂમાલ પાસે રાખો.

મકર - ધીરજ જાળવી રાખો. નોકરીમાં લાભ થશે. અભ્યાસમાં સારું પ્રદર્શન કરશો. મીઠાંનું દાન કરો.

કુંભ - માનસિક તણાવ ઓછો થશે. અટકેલ કામ ફરી આગળ વધશે. વ્યવસાય અને અભ્યાસમાં મન લગાશે.

મીન - વધુ ઉતાવળ કરવાથી નુકસાન થઇ શકે છે. મનને સ્થિર રાખો. તમારી માતા સાથે ગુસ્સે થશો નહીં અને તેમને નારાજ ન કરશો. દહીં ખાઇને ઘર બહાર નિકળો.
 

Share This:  

Recent Comments

Leave Comments

Top