અમદાવાદઃ સતત ત્રીજા દિવસે પોલીસનો બોગસ કોલ સેન્ટર પર સપાટો

2 જગ્યાએથી 50થી વધુ લોકોની કરાઈ ધરપકડ

અમદાવાદઃ શહેરમાં ચાલતા બોગસ કોલ સેન્ટરો પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સતત ત્રીજા દિવસે અમદાવાદ સાઇબર ક્રાઈમની ટીમે પ્રહલાદનગર વિસ્તારમાંથી બોગસ કોલસેન્ટર ઝડપી 30 આરોપીની ધરપકડ કરી છે, જયારે સોલા પોલીસે બાગબાન પાર્ટી પ્લોટ પાસેથી કોલસેન્ટર ઝડપી 22 આરોપી ઝડપ્યા હતા. 

મળતી જાણકારી અનુસાર, પોલીસે પ્રહલાદનગરના પેલેડીયમ કોમ્પલેક્ક્ષમાં કેટલાક શખ્સ બોગસ કોલસેન્ટર ચલાવતા હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા જેમાં પોલીસે 50 લોકોની ધરપકડ કરી હતી. કોલ સેન્ટર મારફતે અમેરિકાના નાગરિકોને ટાર્ગેટ બનાવીને તેમને બ્લેકમેઇલ કરી ઠગાઇ આચરવામાં આવતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

પોલીસે તેઓ પાસેથી 50થી વધુ કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે તેમની પાસેથી કોમ્પ્યુટર અને મેજીક જેક સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે. તે સિવાય સોલા પોલીસે પણ જાણકારીના આધાર પર બાગબાન પાર્ટી પ્લોટ નજીક અર્થ એસન્સ નામની બિલ્ડિંગમાં ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા. પોલીસે અહી 22 લોકોની ધરપકડ કરી હતી. આ કોલ સેન્ટરમાં આરોપીઓ કેનેડાના ઇન્કમટેક્સ અધિકારીઓના નામે નાગરિકો પાસેથી રૂપિયા પડાવતા હતા.

નોંધનીય છે કે ગઇકાલે પોલીસે અમદાવાદના વિરાટનગરમાં અનીલ હોઝીયરી ઇન્ડસ્ટ્રિયલ નામની ફેક્ટરીમાં ત્રીજા માળેથી કોલ સેન્ટર ઝડપ્યું હતું. અહીં ફેક્ટરીની આડમાં બોગસ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું. પોલીસે અહીંથી આઠ લોકોની ધરપકડ કરી હતી. 

ફેક્ટરીના માલિક વિક્રમ શુક્લા દ્ધારા આ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ કોલ સેન્ટરમાં અમેરિકન નાગરિકોને કોલ કરવામાં આવતો હતો અને ઇન્ટરનલ રેવન્યૂ અધિકારી હોવાનું કહીને નાગરિકોને ટેક્સ ચોરી કરી હોવાનું ખોટું કારણ આપીને તેમને પકડવાની ધમકી આપવામાં આવતી હતી. એટલું જ નહીં તેઓને ત્રણ મહિના જેલની સજા હોવાનું કહી ડરાવવામાં આવતા હતા અને આમ કહીને તેમની પાસેથી પૈસા પડાવાતા હતા.

Share This:  

Recent Comments

Leave Comments

Top