સુરતઃ ધારાસભ્ય સંગીતા પાટીલના માનહાનિના દાવાનો મામલો

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાને હાજર થવા કોર્ટનો આદેશ

સુરતઃ સુરતના લિંબાયત વિધાનસભા પરથી ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે કરેલા માનહાનિનો દાવા મામલામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા 25 ફેબ્રુઆરીના રોજ રૂબરૂ હાજર થવા કોર્ટે આદેશ આપ્યો છે. સંગીતા પાટીલે કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા સામે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. પાટીલે પાંચ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો માંડ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, સંગીતા પાટીલે મહારાષ્ટ્રમાં ગેજ્યુએશનની એક્ઝામ આપી હતી. તેમાં તેમણે ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં તપાસમાં પાટીલે પરીક્ષામાં કોઇ ગેરરીતિ આચરી નહીં હોવાનો ખુલાસો થયો હતો. 

જેને લઇને પાટીલે ટ્વિટ કરી જણાવ્યું હતું. જોકે, આ મામલામાં સંગીતા પાટીલના ટ્વિટને લઇને અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરી કહ્યું હતું કે, ‘FAKE IS USP OF BJP...’ જેના કારણે અર્જુન મોઢવાડિયાની મુશ્કેલી વધી હતી.

મળતી જાણકારી અનુસાર, ધારાસભ્ય સંગીતા પાટીલે મહારાષ્ટ્રના ધૂલિયા સ્થિત યશવંતરાય ચૌહાણ મહારાષ્ટ્ર મુક્તા વિદ્યાપીઠમાંથી ગેજ્યુએશન પુરુ કરવા માટે ગયા વર્ષે જૂન મહિનામાં પરીક્ષા આપી હતી. દરમિયાન શિવસેનાના સુરત એકમના પ્રમુખ વિલાસ પાટીલે દાવો કર્યો હતો કે સંગીતા પાટીલ પરીક્ષા આપવા બેઠા નથી પરંતુ તેમના સ્થાને કોઇ અજાણી યુવતીને ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા બેસાડવામાં આવી છે. 

આ વાતનો ખુલાસો કરવા માટે શિવસેનાના કાર્યકરો સાથે વિલાસ પાટીલ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો. અહીં કેન્દ્રના ઇન્ચાર્જને ડમી ઉમેદવારની વાત કરી તપાસ કરવાની માંગણી કરી હતી. જોકે, પ્રિન્સિપાલે સીધી તપાસ નહીં કરવા દેતા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આ સમગ્ર મામલો સ્થાનિક સોનગીર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

જોકે, બાદમાં પોલીસની સાથે રાખીને તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, ટીવાયબીએની પરીક્ષા આપી રહેલા ઉમેદવાર ડમી ઉમેદવાર નહીં પરંતુ ધારાસભ્ય સંગીતા પાટીલ પોતે હોવાનો ખુલાસો થયો હતો. પોલીસની તપાસમાં ડમી ઉમેદવાર પરીક્ષા આપી રહ્યો હોવાના આરોપનો છેદ ઉડી ગયો હતો. 

જોકે, આ આક્ષેપોએ ગુજરાતના રાજકારણમાં તે સમયે ખળભળાટ મચાવી દીધો હતો. આ વિવાદમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયામાં આ મામલામાં એક ટ્વિટ કર્યું હતું. બાદમાં સંગીતા પાટીલે આ મામલામાં માનહાનિનો દાવો માંડ્યો છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top