Budget 2019: સંસદમાં ગુંજ્યો ઉરીનો ડાયલૉગ 'How's the josh'

આપણે બધાને બૉલીવુડ ફિલ્મો જોવાનો શોખ: પિયુષ ગોયલ

વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક'ની ગુંજ બૉક્સ ઑફિસની સાથે સાથે સંસદમાં પણ સંભળાઈ. સંસદમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે બજેટ રજુ કર્યું. બજેટ રજુ કરતી વખતે કંઈક એવુ થઈ ગયુ કે તમામ સાંસદો 'ઉરી' ફિલ્મના હિટ ડાયલૉગને જોર જોરથી દોહરાવવા લાગ્યા. આ દરમિયાન ફિલ્મમાં મહત્વનું પાત્ર ભજવનારા એક્ટર અને સાંસદ પરેશ રાવલની ખુશી જોવા લાયક હતી જે કેમેરામાં કેદ થઈ ગઈ.

આ આખી ઘટના ત્યારે થઈ જ્યારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ મનોરંજન જગત સાથે જોડાયેલી મોટી જાહેરાત કરી રહ્યા હતા. પિયુષ ગોયલે બજેટ રજુ કરતા કહ્યું- ' આપણે બધાને બૉલીવુડ ફિલ્મો જોવાનો શોખ છે. દેશભરમાં ફિલ્મો બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ફિલ્મો મારફતે ઘણા લોકોને રોજગાર મળશે ભલે તે હિન્દી સિનેમાજગત હોય, તેલુગુ, મલયાલમ કે પછી સ્થાનીક સિનેમા.' 

તેની સાથે જ પિયુષ ગોયલે કહ્યું-'આપણે બધાએ ઉરી ફિલ્મ જોઈ ખુબ મજા આવી.' સિનેમાહૉલમાં અંદર જે જોશ હતુ તે જોવા લાયક હતુ. પિયુષ ગોયલે જેવી એ વાત કરી કે, તેમની પાછળ બેસેલા મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોર સહિત તામામ એનડીએના સાંસદો ફિલ્મના ફેમસ ડાયલૉગ 'How's the josh'ના નારા લગાવવા લાગ્યા. આ નારાની ગુંજ લોકસભામાં લાંબા સમય સુધી સાંભળવા મળી. 

Share This:  

Recent Comments

Leave Comments

Top