મહિલાઓ વિશે ટિપ્પણી મામલે વડોદરામાં હાર્દિક પંડ્યાનો વિરોધ

મહિલા સંગઠન દ્વારા હાર્દિક પંડ્યાનું પૂતળા દહન કરાયું

વડોદરાઃ લોકપ્રિય ટીવી શો કોફી વિથ કરણમાં મહિલાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના વિરોધમાં વડોદરામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  શહેરના મહિલા સંગઠન દ્વારા હાર્દિક પંડ્યાનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં મહિલા સંગઠન દ્વારા હાર્દિક વિરૃદ્ધ ફોજદારી કાર્યવાહી કરશે તેવું માનવામાં આવી રહ્યું છે. 

વડોદરાનાં કારેલીબાગમાં પણ મહિલા સંગઠન દ્વારા હાર્દિક પંડ્યાનું પૂતળા દહન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરાના મહિલા સંગઠન દ્વારા બીસીસીઆઇને પત્ર લખીને ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવે તેવો પત્ર લખ્યો હતો. મહિલા સંગઠનનાં પ્રમુખ શોભાબેન રાવલે કહ્યું હતું કે, હાર્દિક માફી નહીં માંગે તો ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે.' મહિલાઓએ 'હાર્દિક બેક ટુ પેવેલિયન' અને 'હાર્દિક પંડ્યા હાય હાય'નાં નારા લગાવ્યાં હતાં. મહિલાઓએ હાર્દિકનાં પોસ્ટરો બાળીને વિરોધ નોંધાવ્યો હતો.

નોંધનીય છે કે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ કોફી વિથ કરણના શોમાં પહોંચ્યા હતા. જ્યાં હાર્દિક પંડ્યાએ મહિલાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ભારે વિવાદ થતા બીસીસીઆઇએ બંન્ને ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયન પ્રવાસમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. 

એટલું જ નહીં બીસીસીઆઇએ બંન્ને ખેલાડીઓને શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો. આ વિવાદ બાદ હાર્દિકે સોશિયલ મીડિયા પર માફી માંગી લીધી હતી. મહિલા સુરક્ષા સમિતિના શોભાબેન રાવલે જણાવ્યું હતું કે, હાર્દિક પંડયાએ મહિલાઓ વિરૃદ્ધ અભદ્ર ટિપ્પણી કરી સંસ્કારી નગરીનું નામ બદનામ કર્યું છે. હાર્દિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હોવા છતાં ટીવી-શો પર ભાન ભૂલ્યો અને આ પ્રકારનું અભદ્ર વર્તન કર્યું તે યોગ્ય નથી.

Share This:  

Recent Comments

Leave Comments

Top