PSI આપઘાત કેસ: 4 દિવસ બાદ DYSP વિરુદ્ધ ફરિયાદ દાખલ

ફરિયાદ નોંધાયા બાદ આજે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરાયો

અમદાવાદઃ PSIના આપઘાત કેસમાં કરાઇ પોલીસ તાલીમ એકેડમીના Dysp સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પરિવારના આક્ષેપ મુજબ જ ફરિયાદ નોંધાતા મામલો થાળે પડ્યો હતો. મૃતક પીએસઆઇના પરિવારજનો માંગણી કરી રહ્યા હતા કે જ્યાં સુધી ડીવાયએસપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં નહી આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. 

મળતી જાણકારી અનુસાર આવતીકાલે મૃતક PSIની અંતિમવિધી કરવામાં આવશે. નોંધનીય છે કે અમદાવાદના ચાણક્યપુરીમાં રહેતા તેમજ કરાઇ એકેડેમી ખાતે નોકરી કરતા PSI દેવેન્દ્રસિંહ રાઠોડે સુસાઇડ કર્યું હતું. સુસાઇડ નોટમાં દેવેન્દ્રસિંહે ડીવાયએસપી એન.પી. પટેલ પર આરોપ લગાવ્યો હતો.

અમદાવાદમાં પીએસઆઈના આપઘાત કેસમાં ઘટનાના ચાર દિવસ બાદ આખરે ફરિયાદ નોંધવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પરિવારજનોના આક્ષેપ પ્રમાણે ફરિયાદ નોંધી હોવાનું પરિવારના સભ્યએ જણાવ્યું હતુ. ફરિયાદ નોંધાયા બાદ PSIના મૃતદેહનો સ્વીકાર કરી આજે શુક્રવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. ગૃહરાજ્યમંત્રીએ પણ તટસ્થ તપાસની બાંહેધરી આપી હતી.

મૃતક PSI દેવેન્દ્રસિંહ રાઠોડના પરિવારના સભ્ય રાજેન્દ્રસિંહે જણાવ્યું કે સમગ્ર કેસમાં મૃતકના પિતા સતેન્દ્ર વાઘેલાને ફરિયાદી બનાવવામાં આવ્યા છે. અમે તપાસમાં પૂરતો સહયોગ આપીશું. ફરિયાદ નોંધવાનું કામ પૂર્ણ થઇ ગયું છે. 

નોંધનીય છે કે મૃતક દેવેન્દ્રસિંહની પત્ની ડિમ્પલ રાઠોડે મંગળવારે ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે, ડીવાયએસપી એન.પી. પટેલ મારા પતિને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દેવા માટે દબાણ કરતા હતા. મારા પતિ તેમની માગણીઓ સામે ન ઝૂકતા તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

પરિવારજનોએ જણાવ્યું હતું કે, ફરિયાદમાં ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં મૃતકના પત્ની ડિમ્પલે લગાવેલા સૃષ્ટી વિરુદ્ધના કૃત્ય સહિતના આરોપો ઉમેરવા તથા સુસાઇડ નોટમાં મરતાં પહેલા જે લખ્યું છે તે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે તેઓએ જણાવ્યું કે અમારા જે આક્ષેપો હતા તે પ્રમાણે ફરિયાદ નોંધવામાં આવી છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top