નવા વર્ષે બિન અનામત વર્ગને રૂપાણી સરકારની ભેટ

આવક મર્યાદામાં કરાયો વધારો

ગાંધીનગરઃ રૂપાણી સરકારે બિન અનામત વર્ગ માટે મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને બિન અનામત વર્ગના લાભ અંગેની જાહેરાત કરી હતી. સરકાર તરફથી બિન અનામત વર્ગના શિક્ષિત યુવાનોને નવા વર્ષની ગીફ્ટ આપવામાં આવી છે. 

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, બિન અનામત વર્ગના શિક્ષિત યુવાનોના વિકાસ માટે સરકારે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. સરકારે લાભાર્થીઓની આવક મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય લીધો આ સાથે ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત બહાર કે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ માટે પણ મહત્વનો નિર્ણય લીધો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓની આવક મર્યાદા અગાઉ ત્રણ લાખ રૂપિયા હતી જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. લાભાર્થીની આવક મર્યાદા 4.50 લાખ કરવામાં આવી છે. તે સિવાય ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે, અત્યાર સુધીમાં ફક્ત મેડિકલના અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવતી હતી પરંતુ હવેથી ફક્ત મેડિકલ જ નહી પરંતુ અન્ય અભ્યાસક્રમોમાં અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને પણ ઓછા વ્યાજ દરે લોન આપવામા આવશે. નીતિન પટેલના આ માટે શરત રાખવામાં આવી છે કે વિદ્યાર્થીએ ગુજરાતમાં ગેજ્યુએટ પૂર્ણ કર્યું હોવું જોઇએ. આ યોજનાનો લાભ ગુજરાત બહાર અન્ય રાજ્યમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને પણ મળશે.
 

Share This:  

Recent Comments

Leave Comments

Top