ઈશા અંબાણીની પ્રી વેડિંગમાં જ્હાનવીએ ચોરી લાઈમલાઈટ, જુઓ Photo

દેખાઈ શ્રી દેવીની ઝલક

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરીના લગ્ન આજે મુંબઈમાં થઈ રહ્યા છે. આ પહેલા ઉદયપુરમાં પ્રી વેડિંગ થઈ જેમાં બૉલીવુડથી લઈ હૉલીવુડના મોટા મોટા સેલેબ્રીટી પહોંચ્યા હતા.

સૌશિયલ મીડિયા પર આ સેરેમનીની નવી તસ્વીર સામે આવી રહી છે. આ વચ્ચે જ્હાનવી કપૂરની કેટલીક તસ્વીરો સામે આવી રહી છે જેમાં તેમનો અત્યાર સુધીનો સૌથી અલગ અંદાજ જોવા મળ્યો.

જ્હાનવી કપૂરની આ તસ્વીરો મનીષ મલ્હોત્રાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ તસ્વીરોમાં જ્હાનવીએ ગ્રીન કલરની બાંધણી સાડી પહેરેલી છે, જેમાં ખુબ જ સુંદર લાગી રહી છે.

સાડીની સાથે જ્હાનવીએ ડાર્ક ગ્રીન વેલવેટ બ્લાઉઝ પહેર્યો છે, જે તેની સાડીની સાથે પરફેક્ટ લાગી રહ્યો છે. તેણે પોતાના આ લુકને પુરો કરવા માટે લાઈટ મેકઅપ કર્યો છે અને ચોકર નેકલેસ પહેર્યો છે, જે તેના લુક પર ચાર ચાંદ લગાવી રહ્યો છે.

જ્હાનવીની આ તસ્વીર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે. દરેક લોકો તેના આ લુકને ખુબ જ પસંદ કરી રહ્યા છે. જ્હાનવીની આ તસ્વીરો પર લોકોએ કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે. ત્યારે કેટલાક લોકોને તો જ્હાનવીને આ રીત જોઈને તેની મા યાદ આવી ગઈ.
 
આ પહેલા પણ ઉદયપરથી જ્હાનવીના ઘણા લુક સામે આવી ચુક્યા છે, જેમાં એક લુક ઘણો ચર્ચામાં રહ્યો હતો. આ લુકમાં તેણે ગોલ્ડન કલરનો લેહંગો પહેરેલો હતો. તેની સાથે તેણે લાલ રંગનો દુપટ્ટો કેરી કર્યો હત.

તેનો આ સુંદર લેહંગો પણ મનીષ મલ્હોત્રાના કલેક્શમાંથી એક છે. પોતાના લુકને પુરો કરવા માટે તેણે લાઈટ મેકઅપન સાથે કાનોમાં ડાયમંડ ઈયરિંગ પહેરેલી હતી, જે તેના લુકને પહેલાથી વધારે શાનદાર બનાવી રહી હતી.

Share This:  

Recent Comments

Leave Comments

Top