આખરે કેમ લાગે છે કારમાં આગ ?, રાખો આ વાતનું ધ્યાન

કેવી કારમાં હોય છે સૌથી વધારે જોખમ, જાણો મુખ્ય કારણો

આખરે અચાનક કારમાં આગ લાગવાની ઘટનાઓ કેમ વધી ગઈ, શું તેના માટે જવાબદાર કાર ચાલક છે કે કારણ કંઈ અન્ય છે. આજે તમને આ મામલે વિસ્તારથી જણાવીશું કે આખરે કારમાં આગ લાગે છે તો કેવી રીતે, અને તેના પાછળના કારણો ક્યા ક્યાં હોઈ શકે ?...

કેવી કારમાં હોય છે સૌથી વધારે રિસ્ક

કારને સસ્તામાં ચલાવવા માટે લોકો તેમાં સીએનજી કે પછી એલપીજી લગાવીને વાપરી રહ્યા છે, જેના કારણે કારોમાં આગ લાગવાનું જોખમ વધી જાય છે. આગ લાગવાની સૌથી વધુ ઘટના આ પ્રકારની કારોમાં સૌથી વધુ જોવા મળે છે. તમે પણ જો સીએનજી કાર ચલાવવાના શોખીન છો તો રેક્ટોફિટેડની જગ્યાએ કંપની ફિટેડ સીએનજી કારોને પ્રાથમિકતા આપો, થોડા પૈસા બચાવવા માટે જીવન દાવ પર ન લગાવો.

આ હોઈ શકે છે મુખ્ય કારણો

ઘણીવાર તમે જોયુ હશે કે કારને ડ્રાઈવ કરતી વખતે ડ્રાઈવરના હાથોમાં સિગરેટ હોય છે જો તમે ઓટોમેટિક કાર ન ચલાવી રહ્યા હોય. એવામાં જો તમારા હાથમાં સિગરેટ છે અને એ જ હાથેથી સ્ટીયરિંગ સંભાળી રહ્યા છો અને ભૂલથી સિગરેટ પડી ગઈ તો કારના ફ્લોર પરથી તરત આગ ફેલાઈ શકે છે કેમ કે ગાડીની અંદર ઘણ બધી એવી ચીજો હોય છે જેમાં આગ પકડવાની સંભાવનાઓ વધારે હોય છે.

ઘણીવરા કારનું વાયરિંગ આગનું કારણ બની જતું હોય છે. માટે સમયે-સમયે કારના વાયરિંગને જરૂર બદલાવો કાંતો પછી તેની સરખી જાળવણી રાખો. જો ગાડીની અંદર ક્યારેય કંઈ બળવાની વાસ આવે તો તને સાઈડમાં લગાવીને ચેક કરો પછી જ આગળ વધો.

ક્યારેય પણ ડ્રાઈવિંગ દરમિયાન ગાડીમાં પેટ્રોલ કે પછી સિલિન્ડર જેવી જ્વલનશીલ વસ્તુઓ ન રાખો તેનાથી આગ ફેલાવાનું જોખમ રહે છે. તો હવેથી તમે કોઈ યાત્રા પર નિકળી રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો જેથી તમારી ગાડીમાં આગ ક્યારેય નહીં લાગે.

કારમાં આગ લાગવા પર ઘણી વાર સેન્ટ્રલ લૉક આપો આપ જામ થઈ જાય છે. એવામાં તમારી કારમાં ઈમરજેન્સીમાં કાચ તોડવા માટે એક હથોડી જરૂર રાખો જેનાથી તમે કોઈ પણ આપત્તિની સ્થિતિમાં પોતાને કે કારમાં બેઠેલા લોકોને બચાવી શકો.
 

Share This:  

Recent Comments

Leave Comments

Top