ગુગલે લોન્ચ કર્યો 4G ફીચર ફોન, કિંમત ફક્ત રૂ. 500

જાણો, ગુગલ WizPhone WP006ના સ્પેસિફિકેશન

ટેક્નોલોજીની દિગ્ગજ કંપની ગુગલે 4G ફીચર ફોન લોન્ચ કરી દીધો છે. ગુગલના આ 4G ફીચર ફોનનું નામ WizPhone WP006 છે. ગુગલના પહેલા 4G ફીચરની સીધી ટક્કર Jio ફોન અને Jio ફોન 2 સાથે થવાની છે. તો આવો જાણીએ ગુગલના પહેલા 4G ફોનની ખાસિયતો વિશે

ગુગલ WizPhone WP006ના સ્પેસિફિકેશન

ગુગલના WizPhone WP006માં KaiOS ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવ્યું છે. ગુગલ WizPhone WP006 ફોનમાં Jio ફોનની જેમ વ્હોટ્સએપ, ફેસબુક અને યુટ્યુબ જેવી એપ પણ કામ કરશે. તેમાં 2.4 ઈંચની ડિસ્પ્લે મળશે. આ ફોનમાં 1800mAhની બેટરી છે.

તદ્દપરાંત ફોનમાં ક્વૉલકૉમનું સ્નેપડ્રેગન 205(MSM8905) પ્રોસેસર, 512 એમબી રેમ તેમજ 4GBનું સ્ટોરેજ મળશે જેને મેમરી કાર્ડની મદદથી વધારી શકાશે. ફોનમાં 2 મેગાપિક્સલનો રિયર અને 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

જણાવી દઈએ કે Jio ફોનમાં પણ કાઈ ઓએસ જ છે. ગુગલે પોતાના 4GB ફીચર ફોનને હમણા ઈન્ડોનેશિયમાં લોન્ચ કર્યો છે અને ભારતમાં તેના લોન્ચિંગ માટેની હજુ કોઈ ખબર નથી. ગુગલા WizPhone WP006ની કિંમત IDR 99,000 એટલે કે લગભગ 500 રૂપિયા છે. આ ફોનમાં ગુગલ આસિસ્ટેન્ટનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે અને ગુગલ અસિસ્ટેન્ટની મદદથી તમે કૉલ કરી શકો છો અને વીડિયો વગેરે પણ જોઈ શકો છો.
 

Share This:  

Recent Comments

Leave Comments

Top