યામાહાની આ બાઈક્સમાં આવી ટેક્નિકલ ખામી, કંપનીએ મંગાવી પરત

લગભગ 1,874 જેટલી બાઈક્સમાં ખરાબી આવતા કંપનીએ લીધો નિર્ણય

યામાહાએ પોતાની સૌથી સારી બાઈક Yamaha YZF R3ને ખરાબીના કારણે પાછી મંગાવવાની જાહેરાત કરી છે. કંપની તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યામાહાના રેડિએટર હોઝ અને સ્પ્રિંગ ટૉરજનમાં ખરાબી મળી આવી છે જેના કારણે તેમને પરત મંગાવવામાં આવી રહી છે.

આ ખરાબી યામાહાની લગભગ 1,874 યુનિટ્સમાં મળી આવી છે. જેને જુલાઈ 2015થી મે 2018 વચ્ચે વેચવામાં આવી હતી. યામાહાએ જણાવ્યું કે તે સ્વૈચ્છિકતાથી મોટરસાઈકલ્સ પાછી મંગાવી રહી છે. કેમકે તેમના રેડિએટરમાંથી કુલેન્ટના લિકેજ અને ટૉરજન સ્પ્રિંગના ફેલાવાની સમસ્યા મળી આવી છે.

જો કે દેશમાં હજુ આ પ્રકારની કોઈ ફરિયાદ સામે આવી નથી, પણ મોટરસાઈકલના કારખાનામાં આધુનિકીકરણ દરમિયાન આ સમસ્યા જોવા મળી હતી. જેને કંપની યામાહાની ડીલરશીપ પર જ મફતમાં રિપેર કરશે.

વાત કરીએ, આ બાઈકના એન્જીનની તો આ મોટરસાયકલ 321સીસીનું પેરલલ-ટ્વિન લિક્વિડ કુલ્ડ એન્જીનની સાથે આવે છે.

જે 750 આરપીએમ પર 42.0પીએસ પાવર અને ઈલેક્ટ્રોનિક ફ્યુલ સિસ્ટમની મદદથી 9,000 આરપીએમ પર 29.6 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. યામાહા YZF-R3ની કિંમત 3.48 લાખ રૂપિયા છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top