કેન્સરની જંગ લડી સ્વદેશ ફરી સોનાલી

ભાવુક થઈ તો હાથ જોડીને કહ્યું, આભાર

લગભગ 4 મહિના પહેલા સોનાલી બેન્દ્રેને ખબર પડી હતી કે તેને કેન્સર છે, આ જાણકારી તેણે પોતાના ફેન્સને ટ્વીટર મારફતે આપી હતી. ત્યાર બાદ તે પોતાની સારવાર કરાવવા માટે ન્યૂયોર્ક ચાલી ગઈ હતી. સોનાલી પોતાની હેલ્થની દરેક અપડેટ સોશિયલ મીડિયા મારફતે ફેન્સને આપતી રહી. હવે સોનાલીના ફેન્સ માટે એક સારા સમાચાર છે.

હકીકતમાં, સોનાલી 4 મહિના સુધી કેન્સર સામે જંગ લડીને ભારત પરત ફરી છે. જી હાં સોનાલી કેન્સરની સારવાર કરાવીને કેટલાક સમય માટે મુંબઈ આવી ગઈ છે. રવિવારે રાત્રે તેને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી. અહીં સોનાલી પોતાના પતિ ગોલ્ડી બહેલ સાથે જોવા મળી. મીડિયાને જોઈને તેણે હાથ જોડીને સૌને અભિનંદન કહ્યું.

ન્યુયોર્કમાંથી જ સોનાલીએ પોતાના ફેન્સને સોશિયલ મીડિયા મારફતે આ જાણકારી આપી દીધી હતી કે તે ભારત પરત ફરી રહી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેણે લખ્યું હતું કે, 'લોકો કહે છે દુરિયા દિલોને નજીક લાવી દે છે. સાચે જ એવું હોય છે. પણ આ દુરિઓએ મને ઘણું બધુ શીખવ્યું છે. પોતાના શહેર અને ઘરેથી દૂર ન્યૂયોર્કમાં રહેતી વખતે મારા જીવનમાં ઘણું બધું થયું.'

'હવે હું પાછી આવી રહી છું જ્યાં મારુ દિલ છે. આ એક એવી ફીલિંગ છે જેને હું જણાવી નથી શકતી પણ પ્રયત્ન કરી રહી છું. પોતાના પરિવાર અને મિત્રોને ખુશ જોવા માટે હું ઉત્સુક છું. સોનાલીએ એ પણ કહ્યું કે તેમની કેન્સરની જર્ની હજુ પુરી નથી થઈ. આ હજુ ઈન્ટરવલ છે.'

સોનાલી હમણા થોડા સમય માટે ભારત આવી છે. બીજી વાર સારવાર કરાવવા માટે તેણે પાછા જવું પડશે. ખબરોની માનીએ તો સોનાલી, પ્રિયંકા ચોપડાની સારી મિત્ર છે. પ્રિયંકાએ થોડા સમય પહેલા જ નિક જોનસ સાથે લગ્ન કર્યા છે. હવે 12 ડીસેમ્બરે રિસેપ્શન થશે. આ રિસેપ્શનમાં સોનાલી જશે તેવી આશા છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top