શિવ ભક્તોએ ભગવાનને ભૂલથી પણ આ ચીજ ન કરવી અર્પણ

શિવની આરાધનાથી કુંડળીના તમામ દોષોનું થઈ જાય છે નિવારણ

શિવપુરાણ અનુસાર ભગવાન શિવની આરાધના કરવાથી અકાલ મૃત્યુ સહીત કુંડળીના તમામ પ્રકારના દોષોનું નિવારણ થઈ જાય છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે ભક્ત શિવલિંગ પર ઘણી ચીજો અર્પિત કરે છે, પણ ઘણીવાર ભૂલથી એવી વસ્તુ ચઢાવી દે છે જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે.

શંખનો પ્રયોગ

હિન્દૂ ધર્મમાં દરેક શુભ કામ અને પૂજા-પાઠમાં શંખનો પ્રયોગ શુભ માનવામાં આવે છે પણ ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ વર્જિત માનવામાં આવ્યો છે. હકીકતમાં તેની પાછળ એક કથા છે જેના અનુસાર ભગવાન શિવે શંખચૂંડ નામના અસુરનો વધ કર્યો હતો, જે ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો. શંખને તે જ અસુરનું પ્રતિક માનવામાં આવે છે. માટે ભગવાનની પૂજામાં શંખનો પ્રયોગ નથી કરાતો.

તુલસીના પાંદડાનો પ્રયોગ

હિન્દૂ ધર્મમાં તુલસીના છોડને ખુબ જ શુભ માનવામાં આવે છે. તમામ પ્રકારના શુભ કાર્યોમાં તુલસીના પત્તાનો પ્રયોગ કરવામાં આવે છે. પણ તુલસીના પાંદડાને શિવલિંગ પર ચઢાવવાની મનાઈ છે. હકીકતમાં ભગવાન શિવે તુલસીના અસુર પતિનો વધ કર્યો હતો. એવામાં ઘણા લોકો ભૂલથી ભોલેનાથની પૂજામાં તુલસીનો પ્રયોગ કરી લે છે જેના કારણે તેમની પૂજા પૂરી માનવામાં નથી આવતી.

ચોખા

ભગવાન શિવને અક્ષત એટલે કે ચોખા અર્પણ કરવાની બાબતે શાસ્ત્રોમાં કંઈક આવુ લખ્યું છે. તુટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ હોય છે માટે તે શિવલિંગ પર ન ચડાવવા જોઈએ.

સિંદૂર

શિવલિંગ પર ભૂલીથી પણ સિંદૂર કે કંકુ નહીં ચઢાવવું જોઈએ. કંકુ સૌભાગ્યનું પ્રતિક માનાવામાં આવે છે જ્યારે ભગવાન શિવ વૈરાગી છે માટે શિવજીને કંકુ ન ચઢાવવું જોઈએ.

હળદર

હળદરનો સંબંધ પણ સૌભાગ્ય સાથે હોય છે માટે તે ભગવાન શિવને ચઢાવવામાં નથી આવતું.

નારિયળ

ક્યારેય પણ શિવલિંગ પર નારિયળના પાણીથી અભિષેક ન કરવો જોઈએ. નારિયળ દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે માટે શિવજીને ન ચઢાવવું જોઈએ.

Share This:  

Recent Comments

Leave Comments

Top