પીતા પહેલા જાણી લો, કઈ કોફી છે સ્વાસ્થ્ય માટે ઉત્તમ

તમે કઈ કોફીના શોખીન છો? હોટ કે કોલ્ડ?

તમને કઈ કોફી વધારે પસંદ છે? હોટ કે કોલ્ડ? જવાદો તમને જે પણ પસંદ હોય, પણ એક સ્ટડીની માનો તો બંન્નેમાંથી કોઈ એક જ આપણા સ્વાસ્થ્ય માટે સારી છે. હવે તમે એ જાણવા માટે ઉતાવળા થઈ રહ્યા હશો કે આખરે બંન્નેમાંથી કઈ કોફી તમારા માટે સારી છે કોની તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તો ચાલો જાણીએ કે રિસર્ચ શુ કહે છે....

જો તમને હોટ કોફી પીવાની પસંદ છે તો તમે ખુશ થઈ જાઓ, કેમ કે એક યૂનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા રિસર્ચ અનુસાર હોટ કોફી કોલ્ડ કોફી કરતા સારી હોય છે. સ્ટડીમાં સામે આવ્યુ છે કે હોટ કોફીમાં કોલ્ડ કોફી પ્રમાણે વધારે એન્ટી-ઓક્સિડેન્ટ્સ હોય છે.

સ્ટડીના કો-ઓથરે જણાવ્યુ કે, બ્ર્યૂમાં વધારે એન્ટી-ઓક્સિડેન્ટ્સ હોય છે. રિસર્ચમાં એ પણ સામે આવ્યુ છે કે એન્ટી-ઓક્સિડેન્ટ્સથી ભરપુર કોફીને જો આપણે સામાન્ય માત્રામાં લઈશું તો તે આપણા સ્વાસ્થ્ય માટે સારી હોય છે.

ઘણા બધા લોકો કોલ્ડ કોફીને હોટ પ્રમાણે ઓછી એસિડિક માને છે. શોધકર્તાઓએ આ વાત પર પણ સ્ટડી કરી જેમાં એ જાણવા મળ્યું કે કોલ્ડ અને હોટ બંન્ને કોફીમાં એસિડિટી લેવલ બરાબર હોય છે. જો તમે પણ એ વિચારી રહ્યા હતા કે કોલ્ડ ઘણી ઓછી એસિડિક હોય છે તો એવુ નથી.

છેલ્લે અમે તમને જણાવવા માંગીએ છીએ કે કોલ્ડ કોફીમાં ખુબ જ વધારે કેફીન કંન્સન્ટ્રેશન હોય છે, માટે જે લોકોને ઉંઘ ન આવવાની પરેશાની છે તેઓએ તેને પીવાથી બચવુ જોઈએ અને જો તમે પી પણ રહ્યા છો તો બેડ પર જતા પહેલા ઓછામાં ઓછા 4 કલાક પહેલા તેને પીવો.

Share This:  

Recent Comments

Leave Comments

Top