ICC રેન્કિંગઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ટોપ પર યથાવત

ICC ટેસ્ટ બોલર રેન્કિગમાં ઇગ્લેન્ડના જેમ્સ એન્ડરસન પ્રથમ ક્રમાંકે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આઇસીસીની ટેસ્ટ રેન્કિંગમા પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા આઇસીસી ટેસ્ટ બોલર રેન્કિગમાં ઇગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન પ્રથમ ક્રમાંકે રહ્યો હતો. 

તે સિવાય ઓલરાઉન્ડર રેન્કિંગમાં બાંગ્લાદેશના શાકિબ અલ હસન પ્રથમ સ્થાન પર રહ્યો હતો. તે સિવાય તાજેતરમાં જ ઇગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ બાદ ક્રિકેટને અલવિદા કરનાર શ્રીલંકાના સ્પીનર રંગના હેરાથ આઠમા ક્રમ પર રહી ક્રિકેટને અલવિદા કર્યું હતું.

શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરનારા ઇગ્લિશ વિકેટકીપર બેન ફોક્સ અને બેટ્સમેન કીટન જેનિંગ્સની રેન્કિંગમાં મોટો ઉછાળો આવ્યો છે. જેનિંગ્સ 41 ક્રમની છલાંગ લગાવીને 46મા ક્રમ પર પહોંચી ગયો છે. જ્યારે બેન ફોક્સે રેન્કિંગમાં 69મું સ્થાન હાંસલ કર્યું છે. 

બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ બાદ ઝીમ્બાબ્વેના કેપ્ટન હેમિલ્ટન મસાકાદજા 12 ક્રમાંકનો છલાંગ સાથે 34મા અને શઓન વિલિયમ્સ 77મા નંબર પર પહોંચી ગયો છે. બોલરના રેન્કિંગમાં ઇગ્લેન્ડના સ્પિનર ઓલરાઉન્ડર મોઇલ અલીને શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ મેચમાં 8 વિકેટ ઝડપવાના કારણે તેને ચાર સ્થાનનો ફાયદો મળ્યો છે અને તે 27મા નંબર પર પહોંચી ગયો છે. 

ઝીમ્બાબ્વે વિરુદ્ધ બાંગ્લાદેશ તરફથી પ્રથમ જ ટેસ્ટમાં 11 વિકેટ ઝડપનાર તૈઝલ ઇસ્લામ હવે 31મા નંબર પર આવી ગયો છે. ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ સ્પિનર રેન્કિંગમાં પાંચમા સ્થાન પર છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top