Instagram Reels 90 Seconds Update: આપણામાંથી મોટાભાગના લોકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. ઘણા ફીચર્સથી સજ્જ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક રીલ્સ (Reels) ફીચરની સાથે પણ આવે છે, જે એક એવું ફીચર છે જેના પર યુઝર્સ કલાકો વિતાવે છે, ક્યારેક તેને જોવામાં અને ક્યારેક તેને બનાવવામાં. આ રીલ્સને લગતું એક અપડેટ આવ્યું છે, જેણે યુઝર્સને ખૂબ જ ખુશ કર્યા છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામ પર ઘણા નવા ફીચર્સ આવ્યા છે. ચાલો જાણીએ તેના વિશે બધું.
Instagram-Facebookને મળ્યું નવું અપડેટ
મેટા કંપનીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, Instagram અને Facebook બંનેને એક નવું અપડેટ મળ્યું છે. ઇન્સ્ટાગ્રામને મળેલું અપડેટ એપના રીલ્સ ફીચર સાથે જોડાયેલું છે. આ અપડેટમાં રીલ્સમાં હવે યુઝર્સને નવું એડિટિંગ ટૂલ, ડેસ્કટોપ પર રીલ બનાવવી અને શેડ્યૂલ કરવાની તક અને બીજા ઘણા રસપ્રદ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફીચર્સને ગ્લોબલ સ્તરે ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.
Instagram Reels સાથે જોડાયેલા આ રસપ્રદ ફીચર્સ
તમને જણાવી દઈએ કે, અપડેટમાં ઈન્સ્ટાગ્રામ રીલ્સમાં કુલ ચાર ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. હવે યુઝર્સ રીલ્સ બનાવતી વખતે તેમની પોતાની ઓડિયો ક્લિપ્સને ઇમ્પોર્ટ કરીને ઉપયોગ કરી શકશે. ધ્યાનમાં રાખો કે આ ક્લિપ પાંચ સેકન્ડ કરતા વધુ લાંબી હોવી જોઈએ. જેવી રીતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોલ, ક્વિઝ અને ઇમોજી સ્ટીકરો લગાવી શકાય છે, તેવી જ રીતે હવે તેને રીલ્સમાં પણ ઉમેરી શકાય છે. ઇન્સ્ટાગ્રામ રીલની મહત્તમ લંબાઈ વધારીને 90 સેકન્ડ કરવામાં આવી છે. તમને યાદ કરાવી દઈએ કે, અત્યાર સુધી રીલ્સની મહત્તમ લંબાઈ 60 સેકન્ડ હતી.
Facebook-Instagram Reelsને મળ્યું TikTokનું ફીચર
ઉપરોક્ત જણાવવામાં આવેલા ફીચર્સ સિવાય પણ બે એવા ફીચર્સ છે, જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક રીલ્સને આપવામાં આવ્યા છે. આ ફિચર્સ પહેલા TikTok પર જોવામાં મળ્યા હતા. Instagram Reels એક નવું ફીચર ‘Timestamps’ ફીચર લઈને આવ્યું છે, જેમાં યુઝર્સ તેમના ફોટા અને વીડિયોને કોઈપણ ટ્રેન્ડ કે ગીત સાથે મેચ કરી શકે છે.