આજકાલ જેને જુઓ એ બધા જ લોકો સોશિયલ મીડિયા પર સક્રિય હોય છે. ઘણી વખત અજાણતા તેઓ એવી પોસ્ટ કરી દે છે, જેના કારણે તેમને જેલ જવાનો વારો આવે છે. જો તમે સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ કરો છો, તો તમારી સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. આ માટે દેશમાં ખૂબ જ કડક કાયદો પણ છે.
જો કે, ભારતમાં લોકોને વાણી સ્વતંત્રતા છે. પરંતુ, તમારે ધ્યાન રાખવું પડશે કે તેનાથી બીજાની લાગણીઓને ઠેસ ન પહોંચે. તમારી વાણીથી કોઈના ધર્મનું અપમાન ન થવું જોઈએ. અહીં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે તમારે ક્યારેય સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવી જોઈએ.
સોશિયલ મીડિયામાં ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ સામેલ છે. ભારતમાં કરોડો લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તાજેતરમાં, આવી ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં સોશિયલ મીડિયા પોસ્ટના કારણે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોય. એવામાં તમારે પોસ્ટ કરવામાં આવેલા કન્ટેન્ટ વિશે સાવધાન રહેવાની જરૂર છે.
એક રિપોર્ટ અનુસાર ભારતમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ખૂબ જ સ્પષ્ટ કાયદો છે. જો તમે વાંધાજનક પોસ્ટ કરો છો તો તમને દોષિત ઠેરવી શકાય છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે વાંધાજનક પોસ્ટ શું છે?
આવી પોસ્ટ વાંધાજનક પોસ્ટની શ્રેણીમાં આવે છે-
તમારે ભૂલથી પણ નફરત ફેલાવતી પોસ્ટ ન કરવી જોઈએ. આ સિવાય તમારે ધાર્મિક લાગણીઓને ભડકાવતી પોસ્ટ કરવાનું પણ ટાળવું જોઈએ. બે ધર્મો વચ્ચે નફરત ફેલાવતી પોસ્ટ ક્યારેય શેર કરશો નહીં. તમારે ભડકાઉ કન્ટેન્ટ અથવા હિંસા ફેલાવતો કન્ટેન્ટ શેર કરવાનું પણ ટાળવું જોઈએ.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે તમારે તમારી ભાષાનું પણ ધ્યાન રાખવું પડશે. કોઈપણ માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનું ટાળો. આ ઉપરાંત દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડતી પોસ્ટ્સ સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ આવી સામગ્રી પોસ્ટ કરવા બદલ દોષી સાબિત થાય છે, તો તેને દંડની સાથે જેલ પણ ભોગવવી પડી શકે છે.