નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂરની આજે પહેલી પુણ્યતિથિ છે. તેમના પત્ની નીતૂ કપૂરે આ દિવસે તેમના સ્વર્ગસ્થ પતિ ઋષિ કપૂરને યાદ કરી સોશિયલ મીડિયા પર પોતાના દિલની વાત શેર કરી દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે એક થ્રોબેક ફોટો શેર કરી એક ઈમોશનલ નોટ લખી છે.
નીતૂ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક બ્લેક એન્ડ વ્હાઇટ થ્રોબેક ફોટો શેર કરતા આ લાંબી નોટ લખી છે. આ એક રેન્ડમ ક્લિક જોવા મળી રહી છે. ફોટોમાં નીતૂ કપૂર સાડી અને જ્વેલરી પહેરેલા જોવા મળે છે અને તેમની સાથે ઉભેલા ઋષિ કપૂર એમને કંઈક જણાવી રહ્યા છે.
આ ફોટો શેર કરવાની સાથે નીતૂ કપૂરે લખ્યું, ‘ગયું વર્ષ અમારા માટે સૌથી વધુ દુઃખ અને ઉદાસી ભરેલું રહ્યું છે કારણ કે અમે તેમને ખોઈ દીધા. એક દિવસ એવો નથી ગયો જ્યારે અમે તેમની ચર્ચા ન કરી હોય અથવા તેમની યાદો તાજા ન કરી હોય. કારણ કે તેઓ એક વિસ્તાર હતા અમારા અસ્તિત્વનો. ક્યારેક-ક્યારેક તેમની બુદ્ધિમાનીની સલાહ, તેમની સમજદારી, તેમની વાતો!! અમે તેમને આખું વર્ષ હોઠો પર સ્માઈલ સાથે યાદ કરવાનો પ્રયત્ન કર્યો. કારણ કે તેઓ અમારા દિલોમાં રહેશે, હંમેશા માટે અમે જીવનને સ્વીકાર કરી લીધું છે જે હવે પહેલા જેવું ક્યારેય નહિ થાય!!! પરંતુ જીવન આગળ વધશે.’
હવે નીતૂ કપૂરની પોસ્ટ પર કમેન્ટમાં ઋષિ કપૂરના ફેન્સ ઘણા રિએક્શન આપી રહ્યા છે. આ કમેન્ટ બોક્સ ઋષિ કપૂરને યાદ કરનાર અને દિલથી પ્રાર્થના કરનાર લોકોના પ્રેમથી ભરેલું પડ્યું છે.
નીતૂ કપૂર અને ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર સાહની પણ પોતાના સ્વર્ગસ્થ પિતાને યાદ કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. તેમણે પોતાના પિતા ઋષિ કપૂર સાથે ખુદના બે જૂના ફોટોનો એક કોલાજ અહીં શેર કર્યો. પહેલા ફોટોમાં રિદ્ધિમા પોતાના પ્રેમાળ પિતા સાથે પોઝ આપતા જોવા મળી રહ્યાં છે, તો બીજા ફોટોમાં યંગ ઋષિ કપૂરને બાળકી રિદ્ધિમા સાથે જોઈ શકાય છે.