NEET SS 2022: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સ (NBEMS)એ જાહેરાત કરી છે કે તેણે NEET SS 2022 (NEET-SS) પરીક્ષા મુલતવી રાખી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર પરીક્ષાની સૂચના ચકાસી શકે છે. ગયા વર્ષે નવેમ્બરમાં બહાર પાડવામાં આવેલા પરીક્ષા કેલેન્ડર મુજબ, બોર્ડે 18 અને 19 જૂનના રોજ NEET SS 2022ની પરીક્ષા નિર્ધારિત કરી હતી.
NBE દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, જે ઉમેદવારોએ NEET SS 2022 માટે ફોર્મ ભર્યું છે તેમને જાણ કરવામાં આવે છે કે NEET SS 2022ની પરીક્ષાને સ્થગિત કરવામાં આવી છે. થોડા દિવસોમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.
બોર્ડ દ્વારા લેવામાં આવતી નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-સુપર સ્પેશિયાલિટી અથવા NEET SS એ એલિજિબિલિટી-કમ-રેન્કિંગ ટેસ્ટ છે જે વિવિધ DM/MCh અને DNB સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ઓળખાય છે.
NEET SS 2022ને લઈને બહાર પાડવામાં આવ્યું જાહેરનામું