બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 35થી વધુ લોકોનાં મોત નીપજ્યા છે. તેમજ અન્ય અનેક લોકો હાલ સારવાર હેઠળ છે. ત્યારે મોડી રાતે દારૂ બનાવનારને કેમિકલ આપનાર મુખ્ય આરોપી જયેશ ખાવડિયાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ત્યારે હવે આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે.
કથિત લઠ્ઠા કાંડની ઘટનામાં 35થી વધુ લોકોના મૃત્યુ બાદ નવસારીમાં લોકોએ સ્વૈચ્છિક રીતે દેશી દારૂના અડ્ડા બંધ કરાવ્યા છે. નવસારીના તેલાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગામના સરપંચ તેમજ ગામના યુવાનોએ સ્વૈચ્છિક રીતે દેશી દારૂના અડ્ડા બંધ કરાવ્યા હતા. તેલાડા ગ્રામ પંચાયત સરપંચ સહિત ગામના યુવાનોએ જીલ્લા નાયબ પોલીસ અધિક્ષકને આવેદન આપી સહકાર માંગ્યો હતો. જીલ્લા પોલીસે પણ જિલ્લા તમામ પોલીસ સ્ટેશનમાં દેશી દારૂના ભઠ્ઠા પર રેડ પાડવાના આદેશ આપ્યા છે.
રિપોર્ટઃ હિતેશ વાઘેરા, નવસારી