નવસારીના મધ્યમાં પૌરાણિક અને જાણીતું આવેલું અને નાગતલાવડી તરીકે ઓળખાતું મંદિર આવેલું છે. આ વિસ્તારના સ્થાનિકોના જણાવ્યા મુજબ લગભગ 500 વર્ષ જૂનું મંદિર છે. ત્યારે મંગળવારે નાગપંચમી નિમિતે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. એમની આસ્થા અને હિન્દુ ધર્મને જાગૃત રાખતી દરેક ભાવનાઓની સાથે જોડાઈ અને નાગદેવી માતાના મંદિરે સવારથી જ ભક્તો પૂજા અર્ચનાને દર્શન માટે ઉમટ્યા હતા. તો આ પ્રમાણે નવસારી શહેરની અંદર સૌથી પૌરાણિક અને એક માત્ર નાગદેવી મંદિર આવેલું છે.
ભારતીય પરંપરામાં તહેવારોનું ખુબ મહત્વ રહેલ છે ભારતના લોકો ધર્મ આચરણ અને પૂજા-અર્ચનામાં ખુબ મને છે. દેવી દેવતાઓના પૂજન કરી અહીં તહેવારો પણ ઉજવાય છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ઉપાસનાના દિવસો. આ શ્રાવણ ખાસ કરીને શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. હિંદુ પંચાંગ અનુસાર આજે નાગપંચમી છે અને આજના દિવસે મહાદેવની સાથે સાથે નાગ દેવતાની પૂજા પણ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આજે નાગદેવતાની મૂર્તિને પૂજા કરવાથી ઘણો લાભ થાય છે.
રિપોર્ટઃ હિતેશ વાઘેરા, નવસારી